________________
સુદર્શન શેઠની કથા
[પાન ૨૫ માટે) અંગદેશમાં ચંપાનગરીમાં દધિવાહન નામને રાજા હતા. તેને અભયા નામની પરમ સુંદર રાણી હતી. તે નગરમાં વૃષભદાસ નામને જન શેઠ રહેતો હતો. તેને સુદર્શન નામને પુત્ર હતો. તેને ગ્ય વયને થતાં મનેરમાં નામની કન્યા સાથે પરણાવવામાં આવ્યું. સુદર્શનને રાજાના પુરહિત કપિલ સાથે પરમ મંત્રી હતી. તેની સ્ત્રી કપિલા સુદર્શન ઉપર મેહિત થઈ હતી. એક વખત કપિલ બહારગામ ગયેલ તે અરસામાં કપિલાએ સુદર્શનને કહેવરાવ્યું કે, તમારા મિત્ર રાજપુરોહિત કપિલ બહારગામથી ઘણા બીમાર થઈને પાછા આવ્યા છે, અને તમને બેલાવે છે. સુદર્શન ઘરમાં આવતાં કપિલાએ બારણાં બંધ કરી પિતાને મનોભાવ તેની આગળ પ્રગટ કર્યો. પરંતુ સુદર્શને કહ્યું કે, હું તે નપુંસક છું. એટલે કપિલાએ તેને જવા દીધો. એક વખત કપિલા અભયારાણી સાથે બગીચામાં ફરતી હતી. ત્યાં તેણે સુદર્શનની સ્ત્રી મનેરમાને છ પુત્ર સાથે જોઈ. તે જોઈ તેણે રાણીને કહ્યું કે, સુદર્શન તે નપુંસક છે, અને આને તો છ પુત્રે છે ! રાણીએ પૂછ્યું, “તે કેવી રીતે જાણ્યું કે સુદર્શન નપુંસક છે?” ત્યારે કપિલાએ પિતાને વૃત્તાંત તેને કહી સંભભાવ્યું. ત્યારે રાણું બેલી કે, “તું મૂખ,
એટલે એ રીતે તને સુદર્શન છેતરી ગયે. ત્યારે કપિલાએ ટાણે માર્યો કે, “હું ભલે મૂર્ખ રહી; પણ તમે કુશળ છે તે સુદર્શનને ફસાવે તે ખરા!” રાણીએ સુદર્શનને ફસાવવાનું માથે લીધું. એક વખત રાજા
*પરસ્ત્રી પ્રત્યે તે નપુંસક જેવો જ હતો, એટલે તે જૂ હું બેલ્યો એમ પણ ન કહેવાય. કથા.
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org