________________
૧૨૨
યાગશાસ્ત્ર
હતા; ત્યાં તેમણે એક દિવ્ય તલવાર જોઈ. તેની ધારની પરીક્ષા કરવા તેમણે વાંસના એક ઝુંડ ઉપર તેને ચલાવી. તેથી તે જાળાની સાથે અંદર એઠેલા એક માણુસનું માથું પણ કપાઈ ગયું. લક્ષ્મણે આવી રામને તે બધી વાત કહેતાં રામે કહ્યું કે, આ તે સુહાસ નામની દિવ્ય તરવાર છે; પેલા પુરુષ તેની સાધના કરતા હશે. એટલામાં રાવણની બહેન અને ખરની પત્ની ચદ્રખા પાતાના પુત્રને મારનારની શોધમાં ત્યાં આવી; પરંતુ રામનુ રૂપ જોતાં પુત્રશોક ભૂલી રામ ઉપર માહિત થઈ ગઈ. રામે તેને કહ્યું કે, મારી પાસે તે! મારી પત્ની છે; માટે તુ પત્ની વિનાના લક્ષ્મણુ પાસે જા. તે તદનુસાર લક્ષ્મણ પાસે ગઈ; પરંતુ લક્ષ્મણે તેને કહ્યું કે, એક વાર તું મારા વડીલ મોટાભાઇ ને મનથી અપિત થઈ ચૂકી છે, એટલે હવે તે! તું મારી મા સમાન થઈ. આમ નિરાશ થયેલી, તથા પુત્રશોકથી વ્યાકુળ બનેલી ચંદ્રખાએ જઇ ને ખર વગેરેને પુત્રવધની વાત કરી, અને તેને બદલે લેવા તેમને ઉશ્કેર્યા. લક્ષ્મણ તેમની સાથે લડવા લાગ્યા; તેટલામાં ચંદ્રગુખાએ લંકા જઈને રાવણને પણુ રામની સુંદર પત્ની સીતાને હરી લાવવા ઉશ્કેર્યાં. રાવણુ પુષ્પક વિમાનમાં ત્યાં આવ્યા. રામને સીતા પાસેથી દૂર ખસેડવા તેણે માયાથી, લક્ષ્મણ રક્ષેત્રમાં મદદ માટે ખેાલાવતા હેાય તેવા અવાજ કર્યો. રામ જતાં રાવણુ સીતાને લઈ, જટાયુને ધાયલ કરીને નાઠા. રામ અને લક્ષ્મણ પાા આવતાં જટાયુ પાસે બધા વૃત્તાંત જાણી, સીતાની શોધમાં નીકળ્યા.
કિષ્કિંધા નગરીના રાજા સુગ્રીવ એક વખત ગામ બહાર ક્રીડા કરવા ગયા હતા. તે વખતે આકાશમાં કરતા સાહસર્ગત નામના વિદ્યાધરે તેનાં અંતઃપુરમાં તેની પત્ની તારાને જોઈ. તેથી માહિત થઈ ને તે સુગ્રીવનું રૂપ લઇ ને ત્યાં આવ્યા, પરંતુ તે અંતઃપુરમાં પહોંચે ત્યાર પહેલાં સાચા સુગ્રીવ પાછે। આવ્યા અને તે બંને વચ્ચે ભારે યુદ્ધ થયું. સાચા સુગ્રીવ થાકીને નગર બહાર કાઈ બળિયાની મદદની શોધમાં ચાલ્યે! ગયા. ( તેને મેટા ભાઈ બળવાન વાલી તેા તે અગાઉ રાજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org