________________
૧૨૦
યોગશાસ્ત્ર તેમને ઉપદેશ કાનમાં ન પિસી જાય તે માટે તેણે કાનમાં આંગળીઓ બેસી દીધી. પરંતુ પગમાં કાંટ વાગવાથી, તે કાઢવા હાથ કાન ઉપરથી ઉઠાવતાં તેને આટલા શબ્દો સંભળાઈ ગયા, કે, “દેવના પગ જમીનને ન અડકે, તેમની આંખો ન મીંચાય, તેમની માળાઓ ન કરમાય, તેમને પરસેવો ન થાય, અને તેમને દિલ મેલ ન હોય ” ગામમાંથી રોજ ચેર ચોરી કરી નાસી છૂટતો હોવાથી રાજાના પુત્ર અભયકુમારે એક વખત જાતે આખા ગામને છૂપી રીતે ઘેરે ઘાલ્યો, અને અંદર ચેરની પાછળ ડાદોડ મચાવી. રોહિણેય બહાર નીકળવા જતાં જ લશ્કરના હાથમાં સપડાય. પરંતુ તેની પાસે ચારીને કાંઈ મુદ્દો ન હોવાથી તેને કાંઈ શિક્ષા કરી શકાય તેમ નહોતું. તેથી અભયકુમારે તેને મેં તેના પાપની કબૂલાત કરાવવા નીચેની યુક્તિ રચી : તે ચેરને તેણે ખૂબ રંગરાગમાં ચડાવી, દારૂ પાઈ, તેનું ભાન ભુલાવી દીધું. ત્યારબાદ તેણે તેની આસપાસ સ્વર્ગને દેખાવ રચી દીધો. ચારે ઘેનમાં એમ માન્યું કે પોતે સ્વર્ગમાં છે. ત્યાં તેને દેવદૂતે અપ્સરાઓ પાસે લઈ જવા આવ્યા. તે ઉત્સાહમાં આવી તેમની પાસે જવા લાગ્યો; તેટલામાં એક દેવદૂતે આવી તેને રાજ્યો અને કહ્યું કે, અહીંથી આગળ જતા પહેલાં જીવને, પિતાનાં બધાં સારાં માઠાં કમ કહી બતાવવાં પડે છે. પિલે ચેર અપ્સરાઓના મેહમાં પિતાનું બધું કહેવા તૈયાર થયે; એટલામાં તેને મહાવીરને પિલો ઉપદેશ યાદ આવ્યું કે, દેના પગ જમીનને ન અડકે છે. એટલે તે એકદમ થંભી ગયે અને તે દેવદૂતના પગ વગેરે જેવા લાગ્યો. તેને ખાતરી થઈ ગઈ કે, આ સ્વર્ગ અને દેવદૂત વગેરે બધું બનાવટી છે. એટલે તેણે પિતાનાં સત્કર્મ જ વખાણું બતાવ્યાં. અંતે થાકીને અભયકુમારે તેને છોડી દીધે. છૂટ્યા પછી તે ચેરને વિચાર આવ્યું કે, કાંટે કાઢતા સુધીમાં જ જેમનાં વચન સંભળાઈ જવાથી હું રાજાની શિક્ષામાંથી બચી ગયે, તેમનું સાચેસાચ શરણ લેવાથી મારું કેવું ભલું થશે? પછી તેણે મહાવીર પાસે જઈ દીક્ષા લીધી, અને આજીવન ધમરત રહી સ્વર્ગ પ્રાપ્ત કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org