________________
મંડિક અને જૈહિણેયની કથા
[પાન ૨૩ માટે ! મંડિકની વાર્તા આ પ્રમાણે છેઃ મૂલદેવ રાજાના રાજ્યમાં જ ચોરી થતી છતાં ચેર પકડાતે નહિ. આથી એક દિવસ મૂલદેવ જાતે જ વેશપલટો કરી નગરમાં રાત્રે ફરવા નીકળે. ચારે બાજુ રખડીને થાકી જવાથી અંતે તે કઈ મંદિરના ખંડેરમાં સૂઈ ગયો. મોડી રાતે ત્યાં થઈને જતાં મંડિક ચેરની લાત વાગતાં તે જાગી ઊઠયો. પિતાએ પૂછયું “તું કેણ છે”રાજાએ કહ્યું, “ભિખારી.” ચારે તેને કહ્યું કે,
ચાલ મારી સાથે, તને આજ શ્રીમંત બનાવી દઉં.” પછી તેને સાથે લઈ તેણે ગામમાં ખાતર પાડ્યું અને બધો ભાર મૂળદેવને માથે મૂકી તે તેને ગામ બહાર પિતાની છૂપી ગુફામાં લઈ ગયો. ત્યાં માલ ઊતરાવી, તેણે પોતાની બહેનને રાજાના પગ કૂવા પાસે લઈ જઈ જોવાનું કહ્યું. રોજના નિયમ પ્રમાણે પગ ધોતી વખતે તેને કૂવામાં ગબડાવી પાડવાને બદલે તેની બહેન રાજાનું રૂપ જોઈ મહિત થઈ ગઈ અને તેને છૂપી રીતે ભગાડી દીધા. બીજે દિવસે રાજાએ તે ચોરને નગરમાં આવેલ જેઈ પિતાની પાસે બેલાવી મંગાવ્યું, અને તેને શંકા ન આવે તે રીતે તેની બહેન સાથે પરણવાની માગણું કરી. પેલાએ તે કબૂલ કર્યું અને રાજાએ તેને વડા પ્રધાન બનાવ્યું. પછી તે જાણે નહીં તેમ ધીમે ધીમે તેનું બધું ધન મંગાવી લીધા બાદ અંતે રાજાએ તેને વધ કર્યો.
રૌહિણેયની વાત આ પ્રમાણે છે. તેને બાપ અઠંગ ચેર હિતે. તેણે મરતી વખતે છોકરાને પિતાની વિદ્યાને વારસો આપતી વખતે મહાવીર ઉપદેશ આપતા હોય ત્યાં કદી ન જવાની પ્રતિજ્ઞા કરાવી. ૌહિણેય ચરવિદ્યામાં તેના બાપ કરતાં પણ કુશળ નીકળે. એક દિવસ પિતાના જવાના રસ્તામાં તેણે મહાવીરને ઉપદેશ આપતા જોયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org