________________
વસુરાજાની કથા
[પાન ૨૧ માટે) વસુરાજની વાર્તા બ્રાહ્મણ સંપ્રદાયમાં પણ સુપ્રસિદ્ધ છે. ક્ષીરકદંબ મુનિને ત્યાં તેમનો પુત્ર પર્વત, રાજપુત્ર વસુ અને નારદ એ ત્રણ ભણતા હતા. ભણું રહ્યા બાદ ત્રણે દૂટા પડી ગયા. પર્વત પિતાના મૃત્યુ પછી તેમની જગાએ આચાર્ય થયો. એક વખત નારદ તેને ત્યાં આવ્યા. તે વખતે શિષ્યને ભણાવતાં પર્વતે, “યજ્ઞમાં અજને હમ કરે જોઈએ, એ વાક્યમાં “અજનો અર્થ બકરે કર્યો. નારદે કહ્યું કે, ગુરુએ તે તેને અર્થ “ત્રણ વર્ષ બાદ બીજશક્તિ નાશ પામવાથી ન ઊગે તેવું ધાન્ય” કર્યો છે. પરંતુ પર્વતે તે કબૂલ ન કર્યું. બંનેમાં વિવાદ વધતાં એમ નક્કી થયું કે, આપણે વસુરાજાને પૂછવું અને જે હારે તેની જીભ કાપી નાખવી. ગુરુપની આ બધું સાંભળતાં હતાં. તેમને ખાતરી હતી કે, “અજ ને અર્થ ઉપર જણાવેલું “ધાન્ય” જ કરવો જોઈએ. તેથી તે વસુરાજા પાસે ગયાં અને બંને જણ આવે ત્યારે જૂઠું બોલી પર્વતને અર્થ ખરે છે એમ કહેવાનું તેના ઉપર દબાણ કર્યું. ન છૂટકે રાજા કબૂલ થયા, પણ તેથી તેની દુર્ગતિ થઈ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org