________________
૩. પ્રદત્તની કથા
૧૧૭
વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં આવે છે. (જુએ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્તક, પા. ૬૯ ૪૦. આવૃત્તિ ત્રીજી. ) બ્રહ્મદત્તના પિતર તેના બચપણમાં જ મરણ પામતાં., બ્રહ્મદત્તના પિતાના મિત્ર દી રાજ તેની સંભાળ રાખવા લાગ્યા; પણ પછી બ્રહ્મદત્તની માતા સાથે મેાહમાં પડી જાતે રાજા થઈ ખેઠા. બ્રહ્મદત્તને મારી નાખવા તેણે ઘણા પ્રયત્ન કર્યાં પણુ તેના પિતાના વફાદાર પ્રધાનની મદદથી તે નાસી છૂટયો અને પછી ખળ ભેગું થતાં દીને મારીને ચક્રવતી રાજા થયા.
co
એક દિવસ તેના શરૂઆતના દુઃખના દિવસોને પરિચિત ક્રાઈ બ્રાહ્મણ તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યા કે, તું પોતે રાજ જે ભાજન કરે છે, તે જ પ્રકારનું ભાજન મને પણ રાજ આપ. બ્રહ્મદત્તે તેને સમજાવીને કહ્યું કે, મારું અન્ન બહુ ઉન્માદક હાય છે; એટલે તારા જેવા માટે તે હિતકર નથી. પરંતુ તેણે ન માન્યું. એટલે આખરે રાજાએ તેનું કહેવું કબૂલ રાખ્યું. પરંતુ ચક્રવર્તીનું અન્ન તે બ્રાહ્મણુકુટુંબના પેટમાં જતાં જ, રાત્રે તે કુટુંબને તીવ્ર કામેાન્માદ થયો. અને આખું કુટુંબ મા-બહેન-દીકરી-પિતા-પુત્ર ઇત્યાદિના ભેદભાવ ભૂલી કામક્રીડા કરવા લાગ્યું. બીજે દિવસે ઉન્માદ શમતાં તે આખું કુટુંબ શરમનું માથુ મૃતપ્રાય થઈ ગયું. પેલા બ્રાહ્મણુ શરમાઈ જંગલમાં જતા રહ્યો. ત્યાં તેણે એક ભરવાડને કાંકરી વડે ઝાડનાં પાન તાકતાં જોયા. પછી તે ભરવાડ દ્વારા તે બ્રાહ્મણે ગામમાં સવારીએ નીકળેલા બ્રહ્મદત્તની આંખેા કાંકરીએ મરાવીને ફાડાવી નાંખી. તે ભરવાડને રાજાના માણસાએ પકડતાં તેણે પેાતાને પ્રેરનાર બ્રાહ્મણનું નામ દઈ દીધું. એ સાંભળી રાજાને આખી બ્રાહ્મણુજાતિ ઉપર અત્યંત રાષ આવ્યા અને તેના આવેશમાં તેણે એક થાળ ભરીને બ્રાહ્મણાની આંખા પેાતાની પાસે લાવવાના હુકમ આપ્યા. તેવા થાળને સ્પર્શે તે રાજ કરતા ત્યારે જ તેને શાંતિ થતી. આ પ્રમાણે છેવટના દિવસેામાં દુર્માંન થવાથી તેની દુતિ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org