________________
૨. સુભમ ચક્રવતીની કથા થઈ તથા તેને બીજો પુત્ર થશે. જમદગ્નિ તેમ છતાં તેને પિતાને આશ્રમે પાછી લાવ્યા, પરંતુ પરશુરામે ક્રોધથી તેનું માથું કાપી નાખ્યું. આ વાત રેણુકાની બહેને સાંભળતાં, તેણે પિતાના પતિ અનંતવીર્યને તેને બદલે લેવાનું કહ્યું. તેથી તેણે આવી આશ્રમમાં ઉપદ્રવ મચાવવા માંડ્યો, પરંતુ અંતે તે પરશુરામને હાથે માર્યો ગયે. તેના પુત્ર કૃતવીર્યને તેની માએ તેના પિતાના મરણનું કારણ જણાવ્યું, આથી ગુસ્સે ભરાઈ તેણે જમદગ્નિને મારી નાખે. તેથી ગુસ્સે થઈ પરશુરામે કૃતવીર્યને મારી નાખે. કૃતવયની રાણું તે વખતે ગર્ભિણી હતી. તે ત્યાંથી નાઠી અને તાપસના આશ્રમમાં તેણે સુભૂમ નામના પુત્રને જન્મ આપ્યું. પરશુરામ ક્ષત્રિય ઉપર ખૂબ ચિડાયેલો હતો, તેથી તેણે સાત વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી નાખી, પરંતુ તાપસને આશ્રયે સુભૂમ છૂપી રીતે મેટ થવા લાગે. મોટે થતાં તેણે પરશુરામને મારી પિતાનું વેર લીધું, અને બદલામાં ૨૧ વાર પૃથ્વી બ્રાહ્મણ વિનાની કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org