________________
સુભૂમ ચક્રવતની કથા
[પાના ૧૬ માટે) વસંતપુર ગામમાં મા-બાપના પત્તા વિનાને અગ્નિ નામને કઈ અનાથ છોકરો હતો. એક વખતે કઈ સંઘ સાથે બીજે ગામ જવા નીકળતાં, જંગલમાં ભૂલે પડવાથી જમ નામના તાપસે તેને પિતાના પુત્ર તરીકે રાખી લીધો. પછી તે તપસ્વી થઈ જમદગ્નિ નામથી પ્રસિદ્ધ થયે. તેને સાંભળવામાં એક વાર આવ્યું કે, “પુત્ર વિનાના માણસની ગતિ થતી નથી. તેથી તે નેમિકકેષ્ટક ગામમાં જિતશત્રુ રાજા પાસે ગયે અને તેની પાસે તેની કન્યાની માગણી કરી. રાજાએ તેને પિતાની રેણુકા નામની કન્યા પરણાવી. તે કન્યા યૌવનમાં આવતાં જમદગ્નિએ તેને કહ્યું કે, હું એક ચરુ તારે માટે તૈયાર કરું છું, તે તું ખાઈશ તે તને બ્રાહ્મણેમાં શ્રેષ્ઠ એવો પુત્ર થશે. ત્યારે તેણે કહ્યું કે હસ્તિનાપુરના અનંતવીર્ય નામના રાજાને મારી બહેન પરણાવી છે, તેને માટે પણ તમે.ચરુ તૈયાર કરે. જમદગ્નિએ તેને માટે ઉત્તમ ક્ષત્રિય પુત્ર થાય તેવો ચરુ તૈયાર કર્યો. પરંતુ, રેણુકાએ માન્યું કે, મારી પેઠે મારે પુત્ર પણ જંગલના જાનવર જેવો થાય તે ઠીક નહિ; તેથી તેણે પિતાની બહેનને માટે તૈયાર થયેલે ચરુ ખાધો, અને પિતાને માટે તૈયાર થયેલ ચરુ બહેનને મોકલાવ્યું. રેણુકાને રામ નામે પુત્ર છે અને અને તેની બહેનને કૃતવય . રામે કઈ વિદ્યાધરને વાગ્યું હતું ત્યારે મદદ કરી હતી તેના બદલામાં તેણે તેને પરશુવિદ્યા શીખવી હતી. ત્યારથી તે પરશુરામ એ નામથી પ્રસિદ્ધ થયો હતો. એક વખત રેણુકા પિતાની બહેનને મળવા હસ્તિનાપુર ગઈ. ત્યાં તેને બનેવી અનંતવીય તેના પ્રેમમાં પડી ગયું. તેના સંબંધથી રેણુકા ફરી ગર્ભવતી
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org