________________
ચોગશાસ્ર
તેવી તન્મયતા પ્રાપ્ત કરવા સારુ યાગી ખાદ્યાત્મભાવ દૂર કરી, परमात्मचिंतन એકાગ્ર થયેલા અંતરાત્મા વડે પરમાત્માનું સતત ચિંતન કરે. [૧૨/૬ ]
આત્મબુદ્ધિથી સ્વીકારેલા કાયાદિ બાહ્ય પદાર્થો એ હિરામા છે. અને કાયાદિને જે અધિષ્ઠાતા છે, તે અંતરાત્મા છે. તે ચિદ્રૂપ, આનંદમય, સમગ્ર ઉપાધિરહિત, શુદ્ધ, અતી પ્રિય તથા અનંતગુણવાળા છે; તેને જ્ઞાની પરમાત્મા કહીને વણુ વે છે. આત્માને શરીરથી પૃથક્ જાણવા અને આત્માથી શરીરને પૃથક્ જાણુવુ. એ બંનેના ભેદ જે બરાબર જાણે છે, તે યોગી આત્મનિશ્ચયમાં સ્ખલન પામતા નથી. જેનું આંતર તેજ ઢંકાઈ ગયેલું છે, એવા મૂઢ પુરુષ જ આત્મા કરતાં અન્ય વસ્તુ વડે સંતુષ્ટ થાય છે; પરતુ જેના બાહ્ય ભ્રમ નિવૃત્ત થઈ ગયા છે, એવા જ્ઞાની આત્મામાં જ સંતુષ્ટ રહે છે. માણસા જો આત્મજ્ઞાન માત્રની જ આકાંક્ષા રાખે, તેા પરમાત્મરૂપતારૂપી અવ્યય પદ પ્રાપ્ત કરવું બહુ સહેલું છે. જેમ સિદ્ધરસના સ્પર્શથી લેતુ સુવણું પણું પ્રાપ્ત કરે છે, તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્માપણું પામે છે. [૧૨/૫-૧૨]
૧૦૪
જેમ ઊંઘીને ઊંડેલાને પહેલાં જાણેલી બધી વસ્તુએ કાઈ એ કહ્યા વિના આપોઆપ યાદ આવી જાય છે, તેમ કેટલાકને પૂર્વજન્મના સંસ્કારથી કાઈના ઉપદેશ વિના પેાતાની મેળે જ આત્મજ્ઞાન પ્રકાશિત થાય છે. પરંતુ, જેને એવા પૂર્વજન્મના અભ્યાસ નથી, તે પ્રશાંતભાવે, શુદ્ધ ચિત્ત સદ્ગુરુના ચરણુ સેવે, તે તેને પણુ ગુરુકૃપાથી આત્મજ્ઞાન પ્રગટ થાય છે. પહેલા દાખલામાં મેળે જાણેલા તત્ત્વજ્ઞાનની બાબતમાં ગુરુ ખાતરી કરાવનાર નીવડે છે; ખીજા દાખલામાં તે ગુરુ તત્ત્વજ્ઞાન દેખાડનાર જ હોય છે. માટે ગુરુની જ સાખત હંમેશ કરવી. સૂય` જેમ. ગાઢ અંધારામાં પડેલી વસ્તુને પ્રકાશક બને છે, તેમ ગુરુ પણ અજ્ઞાનાંધકારમાં પડેલા તત્ત્વને પ્રકાશક અને છે. માટે
गुरुनी
आवश्यकता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org