________________
૧૦
સ્વાનુભવકથન શાસ્ત્રસમુદ્રમાંથી તેમજ ગુરુને મુખેથી જાણેલી બાબતે અત્યાર સુધી વર્ણવી. હવે જે કાંઈ અનુભવસિદ્ધ છે, તે વર્ણવવામાં આવે છે. [૧૨/૧] ગાભ્યાસના ક્રમમાં ચાર પ્રકારનાં ચિત્ત હોય છે. વિક્ષિપ્ત,
યાતાયાત, લિષ્ટ અને સુલીન. તેમાં શરૂઆતના રાપ્રરના અભ્યાસીને પ્રથમ બે પ્રકારનાં ચિત્ત સંભવે છે : જિત્ત “વિક્ષિપ્ત” એટલે કે અહીંથી તહીં ભટકતું; તેમજ
યાતાયાત” એટલે કે ક્યારેક અંદર સ્થિર થતું અને ક્યારેક બહાર દોડતું. તે બીજું ચિત્ત આત્મામાં કાંઈક અંશે સ્થિર થતું હોવાથી તેમાં અમુક આનંદ પણ વિદ્યમાન હોય છે. વિકલ્પપૂર્વક બાહ્ય વિષયેનું ગ્રહણ તે તે બંને ચિત્તોમાં હોય છે.
જ્યારે ચિત્ત તેનાથી પણ વધુ સ્થિર અને પરિણામે વધુ આનંદયુક્ત બને, ત્યારે તે ચિત્ત “શ્લિષ્ટ” કહેવાય છે. અને અતિ નિશ્ચલ હવાને લીધે પરમાનંદયુક્ત બનેલું ચિત્ત “સુલીન” કહેવાય છે. તે બંને ચિત્તમાં બાહ્ય વિષયેનું ગ્રહણ નથી હોતું; તેમને વિષય ચિત્તગત ધ્યેય જ હોય છે. [૧૨/૪]
એમ ક્રમપૂર્વક અભ્યાસની પ્રબળતા વધતાં વધતાં અંતે નિરાલંબ ધ્યાન પ્રાપ્ત થાય છે. પછી સમરસભાવ પામેલ યાતા પરમાનંદ અનુભવે છે. [૧૨/૫]
* યોગસૂત્રની પરંપરામાં (૧-૨) મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરઈદ એમ ચિત્તના પાંચ પ્રકાર ગણાવ્યા છે. પરંતુ, અહીં યોગાભ્યાસના ક્રમમાં સંભવતાં ચિત્ત જ ગણાવ્યાં હોવાથી, ક્ષિપ્ત અને મૂઢ ચિત્તો ગણતરીમાં નથી લીધાં.
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org