________________
ગિશાસ્ત્ર ધ્યાન કરે; તથા તે દરમ્યાન તે દ્રવ્યના કેઈ એક પરિણામ ઉપર સ્થિર ન રહેતાં, તેનાં વિવિધ પરિણામે (“નાના') ચિત્તમાં લાવ્યા કરે; તથા કેઈ વાર દ્રવ્ય ઉપરથી પરિણામ ઉપર કે પરિણામ ઉપરથી દ્રવ્ય ઉપર આવે; કે દ્રવ્ય ઉપરથી તેના વાચક શબ્દ ઉપર, કે શબ્દ ઉપરથી કવ્ય ઉપર આવે; તેમજ મન-વાણ-કાયા એ ત્રણના વ્યાપારમાં પણ કઈ એક ઉપર સ્થિર રહેવાને બદલે વારંવાર સંક્રમણ (“વિચાર”) કર્યા કરે, તો તે “નાનાત્વ-શ્રુત-વિચાર” નામનું પ્રથમ શુક્લ ધ્યાન થાય. પરંતુ, કેઈ યોગી “પૂર્વ' નામના “મૃત” અનુસાર કેઈ એક દ્રવ્યનું અવલંબન લઈ તેના કેઈ એક પરિણામ ઉપર જ (“ઐક્ય ”) ચિત્તને નિશ્ચલ કરી, શબ્દ અને અર્થના ચિંતનનું કે મન-વાણી-કાયાની પ્રવૃત્તિઓનું કશું પરિવર્તન ન કરે (“અવિચાર”), તે તે “એક્સશ્રત-અવિચાર” નામનું દ્વિતીય શુકલ યાન થાય.* [૧૧/૧૮]
ઉક્ત બેમાંથી પહેલા ભેદપ્રધાન ધ્યાનને અભ્યાસ પ્રથમ દૃઢ થયા પછી જ બીજા અભેદપ્રધાન ધ્યાનની ગ્યતા પ્રાપ્ત થાય છે. [ ૧૧/૧૭] જેમ આખા શરીરમાં વ્યાપેલા સર્પઆદિના ઝેરને મંત્ર આદિ ઉપાય વડે ફક્ત ડંખની જગાએ લાવી મૂકવામાં આવે છે, તેમ આખા જગતના ભિન્ન વિષયોમાં અસ્થિરપણે ભટકતા મનને ઉપર મુજબ કોઈ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે છે. એ સ્થિરતા દઢ થતાં, જેમ ઘણું ઈધણ કાઢી લેવાથી અને બચેલાં ચેડાં ઈંધણું સળગાવી દેવાથી, અગર તમામ ઈધણ લઈ લેવાથી, અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ છેવટે મન પણ તદ્દન શાંત થઈ જાય છે. અર્થાત તેનું ચંચલપણું દૂર થઈ તે નિપ્રકંપ બની જાય છે. [ ૧૧/૧૯-૨૦] એને પરિણામે આત્માના જ્ઞાનને આવરણ કરનારાં, દર્શનને આવરણ કરનારાં, મેહનીય અને અંતરાયક એવાં સર્વ
* વાચકને અહીં યોગસૂત્ર (૧-૪ર ૮૦)માં જણાવેલી સવિતર્કનિર્વિતક, અને વિચાર-નિર્વિચાર સમાપત્તિની સરખામણું કરી જોવા ભલામણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org