________________
૯૪
ચોગશાસ્ર
લેશ્યાએ ગણાવાય છે, તેમાંથી, આવું ધમ ચિંતન કરનારને ક્રમે ક્રમે પીત લેશ્યા, તેનાથી પણ વિશુદ્ધ પદ્મ લેશ્યા અને તેનાથી પણ વિશુદ્ધ એવી શુક્લ લેશ્યા પ્રાપ્ત થાય છે. અત્યંત વૈરાગ્યથી અભિવૃદ્ધ થયેલા ધમ ચિંતનથી દેહીઓને અતીન્દ્રિય અને સ્વસ વૈદ્ય એવું અનુપમ આત્મસુખ પણ પ્રાપ્ત થાય છે. ધર્મચિંતનપૂર્વક શરીર ત્યાગનારા અનાસક્ત યોગીઓ, ત્રૈવેયક વગેરે ઉત્તમાત્તમ સ્વગ`લકામાં શ્રેષ્ઠ દેવરૂપે જન્મે છે; ત્યાં તેમને મહા મહિમા અને સૌભાગ્યવાળું, શરદઋતુના ચંદ્ર જેવી કાંતિવાળું, અને માળાઓ, આપણે! અને વઓથી સુશેભિત એવું ઉત્તમ શરીર પ્રાપ્ત થાય છે. ત્યાં તે વિશિષ્ટ વીય અને જ્ઞાનથી યુક્ત, કામાગ્નિ વગેરે જ્વરથી રહિત, અંતરાય વિનાનું તથા અનુપમ એવું દિવ્ય સુખ લાંખે કાળ ભેગવે છે. જ્યાં પોતાની ઇચ્છિત સવ વસ્તુઓ પ્રાપ્ત થાય છે, એવુ મનેાહર સુખામૃત નિવિઘ્ને ભાગવતા તેઓ પેાતાનુ આયુષ્ય કયારે પૂરું થયું તે પણ જાણતા નથી. એ દિવ્ય ભેગા પૂરા થયા બાદ તેઓ સ્વગમાંથી ચ્યવીને પૃથ્વી ઉપર ઉત્તમ વંશમાં ઉત્તમ શરીર સાથે જન્મે છે. ત્યાં પણ તે રાજ રાજ નવા ઉત્સવેાથી મનેારમ એવા વિવિધ ભાગે મનેારથ પ્રમાણે ભાગવીને, અંતે વિવેકજ્ઞાન પ્રાપ્ત કરી, તમામ ભેગામાંથી વિરક્ત થઈ, ધ્યાન વડે સર્વ કર્મીને ક્ષય કરી, અવ્યય પદને પામે છે. [૧૦/૧૬-૨૪]
* લેશ્યા શબ્દથી એ ભિન્ન ખાખતા સમજવામાં આવે છે: એક તે, વિવિધ કર્મોના સાન્નિધ્યથી આત્મામાં થતા વૃત્તિએના ફેરફાર કે વિશિષ્ટ વૃત્તિ; અને બીજી, તે ફેરફાર કે વિશિષ્ટ વૃત્તિ ઉત્પન્ન કરનાર વિશિષ્ટ દ્રવ્ય – પદાર્થ. તે દ્રવ્યની બાબતમાં ભિન્ન ભિન્ન મતે છે. કેટલાક તેને કમ`પરમાણુએ જેવા વિશિષ્ટ પરમાણુરૂપ માને છે; કેટલાક તેને બુધ્યમાન કમ`પ્રવાહરૂપ જ માને છે; ત્રીજા તેને સ્વતંત્ર દ્રવ્ય માને છે. વિશેષ માટે જીએ! આ માળાનું · અંતિમ ઉપદેશ ’પુસ્તક, પા. ૨૧૭ ૪૦. ( આવૃત્તિ ત્રીજી )
.
૧. ચૈત્રેયક વગેરે સ્વગ લેાકની વિશેષ વિગત માટે જુએ. આ માળાનું • અ’તિમ ઉપદેશ ’પુસ્તક, પા. ર૩૦. ( આવૃત્તિ ૩.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org