________________
૮. ધ્યાન- ૨ સર્વજ્ઞ પુરુષોએ જે વચન (આજ્ઞા) કહ્યાં છે, તે બહુ સક્ષ્મ
હાઈ બીજ પ્રમાણેથી બાધિત થઈ શક્તાં નથી. આજ્ઞાવિય માટે સર્વજ્ઞ પુરુષોએ ઉપદેશેલ જ્ઞાન જ સ્વીકારવું,
અને તે અનુસાર જ પદાર્થોને વિચાર કરે,” એવી ભાવનાપૂર્વક સર્વજ્ઞકથિત અર્થોનું ચિંતન, તે આજ્ઞાવિચય કહેવાય છે. [૧૦/૮-૯] - રાગ, દ્વેષ, કષાય વગેરે દેથી જે વિવિધ બાધાઓ ઉત્પન્ન થાય
છે, તેમનું ચિંતન કરવું, તે અપાયરિચય કહેવાય અપાવના છે. એ ચિંતન કરવાથી મનુષ્ય રાગદ્વેષાદિથી થતાં
ઐહિક અને પારલૌકિક દુઃખમાંથી બચવા તત્પર થાય છે; અને અંતે તેમને ક્ષય કરી, બધાં પાપકર્મોમાંથી નિવૃત્ત થઈ શકે છે. [૧૦/૧૦-૧] “અહંત ભગવાનનું જે ઐશ્વર્યા છે, તે પુણ્યકર્મોનું ફળ છે અને
નારકી જીવોનાં જે દુઃખ છે, તે તેમનાં પાપકર્મોનું વિપવિત્રય ફળ છે, એ પ્રમાણે કર્મનાં વિવિધ ફળોનું જે ચિંતન
કરવું, તે વિપાકવિચય કહેવાય. [૧૦/૧૨-૩] . આખા લેકનું સંસ્થાન–આકૃતિ-સ્વરૂપ વિચારવું, તે સંસ્થાનવિય
કહેવાય. જેમકે, “આ આખા અનાદિ અને અનંત સંસ્થાનવિથ લેક સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશશીલ છે. આ
પ્રમાણે લેકમાં આવેલાં વિવિધ બેની પરિવર્તનશીલતા જાણ્યા બાદ, મન તેમાં આસક્તિરહિત થાય છે, તથા પછી રાગાદિથી વ્યાકુલ બનતું નથી. [૧૦/૧૪-૫] ઉપર જણાવેલ ધાર્મિક ચિંતનથી ચિત્તને ભાવ વિશુદ્ધ થાય
છે; તથા બધા કમંજનિત વિકારે કાં તે ઉપશમ ઘવતનનું જ પામી જાય છે, યા તે કાંઈક દરજજે ક્ષીણ
થાય છે, કે તદ્દન નષ્ટ પણ થાય છે. વળી, ચિત્તની મલિનતા અને શુદિની નિદર્શક જે કૃષ્ણ વગેરે છે
૧. “વિચય' એટલે ચિંતન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org