________________
૯૨
ગશાસ્ત્ર સિદ્ધિઓ સ્વયં સિદ્ધ થાય છે; જયારે અન્ય પદાર્થો પ્રાપ્ત કરવા ઈચ્છનારને સિદ્ધિ પ્રાપ્ત થવી પણ સંશયગ્રસ્ત છે, અને પુરુષાર્થમાંથી ભ્રષ્ટ થવાપણું તે નિશ્ચિત જ છે. [૯/૧૫૬ ] અમૂર્ત, ચિદાનંદસ્વરૂપ, નિરંજન, અને સિદ્ધ એવા પરમાત્મારૂપી
યેય તે “રૂપાતીત યેય છે. એવા અરૂપી પરમાત્માનું પતિત ધ્યેય સતત ધ્યાન કરનાર યોગી ગ્રાહ્ય ગ્રાહક ભાવથી
રહિત એવું તન્મયત પ્રાપ્ત કરે છે. તેનું અનન્ય ભાવે શરણ લેનારે તેમાં જ લીન થાય છે; અને ધ્યાતા – ધ્યાન એ બંનેને અભાવ થતાં યેય સાથે જ એકરૂપ બની જાય છે. આવો જે સમરસ ભાવ તેનું નામ જ આત્મા અને પરમાત્માનું એકીકરણ છે; કારણ કે, તે વખતે આત્મા જરા પણ પૃથક્વ વિના પરમાત્મામાં લીન થાય છે. [૧૦/૧-૪]
આ પ્રમાણે શરીરગત વગેરે સ્થૂલ યે વડે શરૂઆત કરી, અંતે નિરાલંબ દયાન પ્રાપ્ત કરવું. સ્થૂલ ધ્યેયમાંથી સૂક્ષ્મ ઉપર આવવું; અને આલંબયુક્ત યેયો વડે નિરાલંબ તત્ત્વ ઉપર આવવું. આ પ્રમાણે ચાર પ્રકારના ધ્યાનામૃતમાં મગ્ન થયેલું મુનિનું મન જગતના તત્વને સાક્ષાત્કાર કરી, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. [ ૧૦/૫-5 ] : ઉપર જણાવેલ દયેયના ચાર પ્રકાર અનુસાર યાનના જે ચાર
પ્રકાર જણવ્યા, તેને બદલે બીજી રીતે ચાર થાનના જ પ્રકારનાં દયેય સ્વીકારી, ધ્યાનના બીજા પણ ચાર પ્રર પ્રકાર જણાવાય છે. તેમાં અમુક સ્થૂલ કે સૂક્ષ્મ
આલંબન લઈ તેના ઉપર ચિત્ત એકાગ્ર કરવાને બદલે, અમુક ધાર્મિક વિચાર લઈ તેનું ચિંતન કરવાનું હોય છે. તેના ચાર પ્રકારે આ પ્રમાણે છે: આજ્ઞા અપાય, વિપાક અને સંસ્થાન. [ ૧૦/૭]
૧. આવા ધાર્મિક ચિંતનને ધ્યાન કહેવાનું કારણ એ છે કે, એ ચિંતન ચિત્તશુદ્ધિ દ્વારા વાસ્તવિક ધ્યાન કરવાની યોગ્યતા ઉત્પન્ન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org