________________
૮, ધ્યાન-૨ જેની સામ્રાજ્યસંપત્તિને ઘેષ દિવ્ય દુંદુભિ વડે થઈ રહ્યો છે, ગુંજારવ કરતા ભમરાઓથી મુખર બનેલા અશોક વૃક્ષ નીચે સિંહાસન ઉપર જે બેઠેલા છે, જેમને ચામર ઢોળાઈ રહ્યાં છે, સુરાસુરના મુકુટમણિઓથી જેમના પગના નખ પ્રતિબિંબિત થઈ રહ્યા છે, દિવ્ય પુના સમૂહથી જેમની સભાની જમીન ઢંકાઈ ગઈ છે, જેમના મધુર અવાજનું પાન મૃગલે ઊંચે કંઠે કરી રહ્યાં છે, જેમની સમીપમાં હાથી સિંહ વગેરે પ્રાણીઓ પિતાનું સહજ વૈર ભૂલીને ઊભાં છે, જેમની આસપાસ દેવ મનુષ્ય અને તિયોને મેળે જામે છે, જેમનામાં સર્વ “અતિશયે” એટલે કે વિભૂતિઓ મોજૂદ છે, તથા જે કેવળજ્ઞાનથી પ્રકાશિત છે. [૯/૧-૭] ,
એ જ પ્રમાણે જિનેન્દ્રની પ્રતિમાના રૂપનું ધ્યાન કરનારે પણ રૂપરથ ધ્યાન કરનારે કહેવાય. તે જેમકેઃ રાગદ્વેષ, મહામહ વગેરે વિકારથી અકલંકિત, શાંત, કાંત, મનહર, સર્વ લક્ષણયુક્ત, અન્ય તીથિ કેને ભાન પણ નથી એવી યોગમુદ્રાની શોભાયુક્ત, તથા જેની આંખોમાંથી અદ્ભુત તેમજ વિપુલ આનંદપ્રવાહ વરસી રહ્યો છે વગેરે. [૯/૮-૧૦]
અભ્યાસયોગ વડે પિતાના તે ધ્યેય સાથે તન્મયતા પામેલ યોગી પિતાના આત્માને સર્વજ્ઞરૂપ બનેલે જુએ છે; તથા આ સર્વજ્ઞ ભગવાન હું પિતે જ છું એમ જાણે છે. એવી તન્મયતાને પામેલ યોગી “સર્વને જાણનાર ' કહેવાય છે. કારણ કે, વીતરાગ પ્રભુનું ધ્યાન કરનારે વીતરાગ થઈને મુક્ત થાય છે. તે જ પ્રમાણે રાગવાનનું ધ્યાન કરનાર તક્ષણ રાગવાન બને છે. વિશ્વરૂપ મણિ જે જે પદાર્થની સાથે યોગ પામે છે, તે તે રૂપ બની જાય છે, તેમ ધ્યાન કરનારે પણ જે જે ભાવનું ધ્યાન કરે છે, તે તે ભાવ સાથે તન્મય બની જાય છે. [૯/૧૧-૪]
યોગીએ અસ ધ્યાને કૌતુકથી પણ ન સેવવાં; કારણ કે, તેમને પરિણામે સ્વનાશ જ થાય છે. મોક્ષનું જ અવલંબન લેનારાને બધી
૧. તીર્થકરને અમુક ૩૪ ખાસ વિભૂતિઓ પ્રાપ્ત થાય છે. તે માટે જુઓ આગળ પ્રકરણ ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW