________________
૮. ધ્યાન-૨ પિતાના શરીરની મધ્યમાં પુરુષની આકૃતિવાળા થઈ સિંહાસન ઉપર આરૂઢ થયે છે; તે તેના “અતિશ” એટલે કે વિભૂતિઓથી શોભી રહ્યો છે; તેનાં સમસ્ત કમ નાશ પામી ગયાં છે; તથા તે કલ્યાણકારી મહિમાથી યુક્ત છે, એમ ચિંતવવું. આ ધ્યાનનો અભ્યાસ કરનારે યોગી કલ્યાણસુખ પ્રાપ્ત કરે છે. આ તથા તેવાં બીજા શરીરગત મેયર અવિરત અભ્યાસ કરનાર ગીના શરીર ઉપર મેલી વિદ્યાઓ, મંત્ર કે મંડળની શકિતઓ ચાલતી નથી; શાકિણીઓ, ક્ષુદ્ર ગિનીઓ, કે માંસભક્ષી પિશાચ તેનું તેજ સહન ન કરવાથી તત્ક્ષણ ત્રાસ પામી તેની આગળથી દૂર ભાગી જાય છે; તથા હણવાની ઇચ્છાથી નજીક આવતા ગાંડા હાથીઓ, સિંહ, શર અને સાપ પણ દૂરથી જ ખંભિત થઈ જાય છે. [૭/૨૩-૮ ] અમુક પદે અથવા અક્ષરનું જાપૂર્વક ધ્યાન, “પદસ્થય નું
યાન કહેવાય છે. તેને દાખલે આ પ્રમાણે છે: gવસ્થ ધ્યેય અહ“તભગવાન, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયે અને
સાધુઓ એ પાંચ વર્ગો, “પંચ પરમેષ્ઠી” એટલે કે પાંચ પરમ આત્માઓ ગણાય છે. તેમને નમસ્કાર કરવાને જે મંત્ર છે કે, “અતભગવાનને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયને નમસ્કાર તથા સર્વ સાધુઓને નમરકાર; આ પાંચ નમસ્કારવાળા મંત્ર સર્વ પાપનો નાશ કરનાર છે, તથા સર્વમંગળામાં પ્રથમ મંગળ છે” – તે મંત્ર લઈ એક આઠ પાંખડીનું કમળ ચિંતવવું. તેના બીજ કેશમાં “નમો સરદંતાળ એ પદ ચિંતવવું. પૂર્વાદિ ચાર દિશાની ચાર પાંખડીમાં “નમો સિદ્ધાળ.” “નમો
૧. “ના” પાઠ પ્રમાણે. બીજે “નિરવાર” પાઠ પણ છે. પરંતુ નિરાકાર આત્માને સિંહાસન ઉપર બેઠેલો કહ્યું એમ કહેવા કરતાં ઉપર લીધેલો પાઠ સુસંગત લાગે છે.
૨. આને “તત્ત્વમ્ભધારણ” કહે છે. મૂળમાં આપેલા બીજા દાખલાઓ તેમજ અન્ય ગગ્રંથોમાં આપેલા દાખલાઓ માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૧૯.
૩. સિદ્ધ એટલે કે મુક્ત થયેલો આત્મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org