________________
૮
ધ્યાન-૨
ધ્યાન કરવા ઇચ્છનારાએ જ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ફળ, એ બાબતેનું જ્ઞાન મેળવવું જોઈ એ. કારણ કે, સ`પૂર્ણ સામગ્રી પ્રાપ્ત કર્યાં વિના કદી કાર્યો સિદ્ધ થતાં નથી. પ્રાણના નાશ થવાના પ્રસંગ આવે તો પણ જે સંયમમાંથી વ્યુત થતેા નથી, પારકાને જે પાતા જેવા ગણે છે, જે પોતાના સ્વરૂપમાંથી કદી ચુત થતેા નથી, ઠંડી, ગરમી, પવન વગેરે વડે જે ત્રાસતા નથી, અમર કરનાર યેાગામૃતરસાયણુ પીવાની જેતે તીવ્ર ઋચ્છા છે, રાગાદિ જેના ઉપર ચડી વાગતા નથી, ક્રોધાદિથી જેવું ચિત્ત દૂષિત નથી, જેને પાતાનુ મન આત્મામાં જ લીન કરવાની ઇચ્છા છે અને તેથી જે અન્ય કર્મોમાં લેપાતા નથી, કામભેગામાંથી જે વિરત થયા છે, પોતાના શરીર વિષે પણ જે નિઃસ્પૃહ છે, વૈરાગ્યરૂપી સરાવરમાં જે ડૂબેલા છે, સત્ર જેને સમભાવ છે, રાજા–રક તમામનુ જે કલ્યાણ જ ઇચ્છે છે, અખૂટ દયાને જે ભંડાર છે, સંસારસુખથી જે પરા મુખ થયેલો છે, સુમેરુ જેવા જે નિષ્કપ છે, ચંદ્ર જેવા જે આનંદદાયક છે, પવન જેવા જે નિઃસંગ છે, એવા બુદ્ધિમાન પુરુષ ધ્યાનના અધિકારી માતા કહેવાય છે. [૭/૧-૭ ]
ध्याननो
अधिकारी
ધ્યેય એટલે ધ્યાનનું આલંબન. તેને વિદ્વાનેએ ચાર પ્રકારનું · જણાવ્યું છે : શરીરસ્થ, પદસ્થ, રૂપસ્થ અને શરીરસ્થ ધ્યેયરૂપાતીત. ‘ શરીરસ્થ ’ એટલે કે શરીરગત ધ્યેયને દાખલો નીચે પ્રમાણે છે : શારીરિક સપ્ત ધાતુ વિનાના, પૂ ચંદ્ર જેવી નિમ`ળ કાંતિ વાળા, તથા સર્વજ્ઞ ભગવાન જેવા શુદ્ધ આત્માનું શુદ્ધ બુદ્ધિથી ચિંતન કરવું. તે આત્મા જાણે
૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org