________________
પરિશિષ્ટ
મૂળમાં આપેલી આસનની વિગતોઃ
પર્યકાસન એટલે, બેઉ જધાનાં અભાગ પગની ઉપર મૂકવા; અને બંને હાથ નાભિ આગળ છતા દક્ષિણેત્તર રાખવા તે. મહાવીર ભગવાનને નિર્વાણકાળે આ આસન હતું. “પાતંજલ” “જ્ઞાનુગારિયા: સાયને પર્ય” એવી વ્યાખ્યા આપે છે, એમ ટીકામાં જણાવ્યું છે. [૪/૧૨૫]
વીરાસન એટલે, ડાબે પગ જમણા સાથળ ઉપર અને ડાબા સાથળ ઉપર જમણે પગ મૂકવો તે. હાથ પર્યકાસન જેવા રાખવા. આને જ કેટલાક પદ્માસન કહે છે. [૪ ૧૨૬]
- વજાસન એટલે, વીરાસન કર્યા પછી હાથને પીઠ પાછળ લઈ જઈ, ડાબા પગના અંગૂઠાને ડાબા હાથથી અને જમણા પગના અંગૂઠાને જમણા હાથથી પકડવો તે. [૪/૧૨૭] આને કેટલાક વેતાલાસન કહે છે. હઠગપ્રદીપિકામાં [૧-૩૭] સિદ્ધાસનને જ કેટલાક વજાસન કહે છે એમ જણાવ્યું છે. ઘેરંડસંહિતામાં [૨-૨૨] એમ જણાવ્યું છે કે, પહેલાં ઢીંચણ ઉપર ઊભા રહી, પાછળ બંને પગનાં તળિયાં સાથે લાવી પછી તે બંનેની વચ્ચે ગુદા રહે તે રીતે બેસવું તે વજાસન.
કેટલાક વિરાસનને આ પ્રમાણે વર્ણવે છે: સિંહાસન ઉપર બેસીને પગ નીચે ટેકવ્યા હોય એ રીતે સિંહાસન વિના અધ્ધર ઊભા રહેવું તે વીરાસન. [૪૧૨૮ ] “એક પગે ઊભા રહી બીજો પગ ઢીંચણથી વાળી ઊંચો રાખવો તે વીરાસન – એમ “પાતંજલ” કહે છે.” –એવું ટીકામાં આચાર્યશ્રીએ જણાવ્યું છે. હઠગપ્રદીપિકામાં, એક પગને બીજા પગના સાથળ ઉપર અને બીજા પગને સામા પગના સાથળ નીચે રાખ તે વીરાસન એમ કહ્યું છે [૧-૨૧]. ઘેરંડસંહિતામાં [૨-૧૭] જણાવ્યું છે કે, જમણે પગ ડાબા સાથળ ઉપર મૂકી, ડાબે પગ પાછલી તરફ વાળીને બેસવું તે વીરાસન.
પદ્માસન એટલે, જાંઘના મધ્ય ભાગમાં બીજી જાંઘને મેળાપ કરવો તે. [૪-૧૨૯] ઉપર જેને વજાસન કહ્યું છે, તેને જ સામાન્ય રીતે અન્ય ગ્રંથોમાં પદ્માસન કહેવામાં આવે છે.
ભદ્રાસન એટલે, પગનાં બે તળિયાં વૃષણ આગળ એકઠાં કરી તેમના ઉપર બેસવું, તથા આંગળાં ભરાવી હાથ પગ ઉપર રાખવા તે. [૪/૧૩૦] હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org