________________
प्रकार
ગશાસ્ત્ર બંને નીર-ક્ષીરની પિઠે સમરસ મળી ગયેલાં છે અને તેથી બંનેની ગતિસ્થિતિ સાથે જ થાય છે. તે. બેમાંથી એકને નાશ થતાં અન્યને પણ નાશ થાય છે, અને જ્યાં એકની પ્રવૃત્તિ હોય છે, ત્યાં બીજાની પણ હોય છે. જ્યાં મન અને પવન બને નષ્ટ થયેલાં હોય છે, ત્યાં ઈદ્રિ તેમજ મનના વ્યાપારને પણ નાશ થ હોઈ, મોક્ષ પ્રાપ્ત થાય છે. [૫/૧-૩] પ્રાણાયામ એટલે શ્વાસ-પ્રશ્વાસની ગતિ રોકવી છે. તેના રેચક,
પરક, અને કુંભક એમ ત્રણ પ્રકાર છે. કેટલાક પ્રાણાયામના પ્રત્યાહાર, શાંત, ઉત્તર, અને અધર એવા બીજા ચાર
ઉમેરી તેના સાત પ્રકાર પણ કહે છે. ઉદરમાંથી અતિ
યત્નપૂર્વક વાયુને નાસા, બ્રહ્મરંધ્ર અને મુખ દ્વારા બહાર ફેંક તે રેચક પ્રાણાયામ કહેવાય. બહારથી વાયુ ખેંચીને ગુદા સુધી ઉદરને પૂરી કાઢવું તે પૂરક પ્રાણાયામ કહેવાય; અને નાભિપદ્મમાં વાયુને સ્થિર કરે તે કુંભક પ્રાણાયામ કહેવાય. નાભિ વગેરે સ્થાનમાંથી હૃદય વગેરે અન્ય સ્થાનમાં વાયુને ખેંચીને લઈ જ તે “પ્રત્યાહાર' પ્રાણાયામ કહેવાય; તાલુ, નાસા, અને મુખનાં દ્વાર વડે વાયુને નિરોધ તે
શાંત' પ્રાણાયામ કહેવાય. બાહ્ય વાયુને અંદર ખેંચીને પછી તેને પાછો ઊંચે ખેંચી હૃદયાદિમાં ધારણ કરવો તે “ઉત્તર પ્રાણાયામ કહેવાય. અને તેનાથી ઉલટું કરવું, એટલે કે ઊર્ધ્વ ભાગમાંથી વાયુને અધભાગમાં લઈ જે તે “અધર” પ્રાણાયામ કહેવાય. [૫/૪-૯]
“રેચક પ્રાણાયામથી ઉદરવ્યાધિ અને કફ દૂર થાય છે. “પૂરક ” પ્રાણાયામથી પરિપુષ્ટતા અને રેગક્ષય પ્રાપ્ત થાય છે. “કુંભક” પ્રાણાયામથી હદયકમળ ઝટ ખીલે છે, અંદરની ગ્રંથિઓ ભેદાઈ જાય છે
૧. જુઓ હઠયોગપ્રદીપિકા. ૨-૨. - ૨. મૂળ: નામ, શ્રેમ એ જોર છે અહીં જે મુખથી રેચન કરવાનું જણાવ્યું છે, તેને અન્ય યોગગ્રંથનો ટેકો નથી. ઘેરંડસંહિતા ૫-૭૦ માં ઉજજાથી કુંભક કરતી વખતે મુખથી રેચન કરવું એવા ભાવનું લખાણ દેખાય છે; પરંતુ હઠયોગપ્રદીપિકા (૨–૫૨)માં તે જ કુંભકમાં નાસિકાથી રેચન કરવાનું જ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org