________________
૭. થાન-૧ ધ્યાનની સિદ્ધિ અર્થે યેગી કઈ તીર્થસ્થાન પસંદ કરે અથવા
જ્યાં સ્વસ્થતા રહી શકે તેવું સ્ત્રી-પશુ આદિના ધ્યાન માટે અવરજવર વિનાનું એકાંત ગુફા આદિ સ્થાન પસંદ હિતર થાન કરે. તે પહેલાં તે કઈ એક આસન ઉપર લાંબે
વખત બેસી રહેવાની ટેવ પાડે. પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન,
ઉત્કટિકાસન, દેહિકાસન, કાત્સર્ગ વગેરે બધાં સાસન આસન છે. જે જે આસન કરવાથી મન સ્થિર
થાય, તે તે આસનને જ ધ્યાનનું સાધન ગણી સ્થિર કરવું. તેવા કેઈ પણ સુખકર આસન ઉપર બેસીને હોઠ બીડી દેવા; બંને આંખે નાસાગ્ર ઉપર સ્થિર કરવી; દાંતને દાંત અડકવા ન દેવા; તથા મુખ પ્રસન્ન રાખવું. એ પ્રમાણે પૂર્વ દિશા તરફ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખીકે અપ્રમાદીપણે ટટાર બેસી ધ્યાનપરાયણ થવું. [૪/૧ર૩-૩૬] કેટલાક લોકેએ આસનજય પછી ધ્યાનની સિદ્ધિ માટે પ્રાણાયામ
સ્વીકાર્યો છે. તેઓને મને પ્રાણાયામ વિના મન પ્રાણાયામ તેમજ પવનને જય શક્ય નથી. જ્યાં મન ગતિમાન
હોય છે, ત્યાં વાયુ પણ ગતિમાન હોય છે, અને જ્યાં વાયુ ગતિમાન હોય છે, ત્યાં મન પણ ગતિમાન હોય છે. તે
૧. તીર્થંકરનું જન્મસ્થાન, દીક્ષાસ્થાન, જ્ઞાનસ્થાન, કે નિર્વાણસ્થાન. તેના તેમ જ બીજા ગગ્રંથમાં ધ્યાન માટે યોગ્ય કહેલા સ્થાનના વર્ણન માટે જુઓ પુસ્તકને અંતે ટિ. નં. ૧૨.
૨. તેમની મૂળમાં આપેલી વિગતો માટે જુઓ આ પ્રકરણને અંતે પરિશિષ્ટ.
૩. યોગસૂત્રમાં (૨-૪૬) પણ અમુક આસનને આગ્રહ ન રાખતાં ઘાતુમાસ ” “જે રીતે બેસતાં સ્થિરતા આવે અને વ્યથા ન થાય તે આસન – એમ જ કહ્યું છે.
૪. ઘેરંડસંહિતા (૫-૩૩) માં પણ એ બે દિશાઓ કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org