________________
ગશાસ્ત્ર ધ્યાન એક આલંબનમાં વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ ટકી શકે. તેથી આગળ તેને ટકાવવું કહ્યું છે. ત્યાર બાદ ફરી તે જ આલંબનનું કાંઈ રૂપાંતરથી કે બીજા આલંબનનું ધ્યાન કરવામાં આવે – એ રીતે ધ્યાનપ્રવાહ લંબાવી શકાય ખરે. [૪/૧૧૬]
મંત્રી આદિ ચાર ભાવનાઓ ધ્યાનની પુષ્ટિ માટે રસાયનરૂપ છે.૧ કઈ જીવ પાપ ન કરે, કોઈ જીવ દુઃખી ન થાઓ, આ આખું
જગત મુક્ત થાઓ, એવી ભાવના મૈત્રી કહેવાય ધ્યાનો છે. જેમના સર્વ દેષ દૂર થઈ ગયા છે, અને ભાવના જે વસ્તુનું તત્વ જોઈ શકે છે, એવા મુનિઓના
ગુણે પ્રત્યે પક્ષપાતને પ્રમોદભાવના કહે છે. દીન, દુઃખી, ભીત, અને જીવિત યાચતાં પ્રાણીઓ પ્રત્યે, એ લેકેનું દૈન્યાદિ દૂર દૂર થઈ તેઓ શાશ્વત શાંતિ કેમ કરીને પામે એવી બુદ્ધિ, તે
કારુણ્ય” કહેવાય. અત્યંત દૂર કર્મો કરનારા, દેવ-ગુરુની નિંદા કરનારા તથા આત્મપ્રશંસા કરનારા લોકો પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિ તે માધ્યશ્ય” કહેવાય. આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કર્યા કરનારે બુદ્ધિમાન પુરુષ, ધ્યાનપ્રવાહ તૂટ્યો હોય તોપણું તેને સાંધી શકે છે. [૪/૧૧૭-૨૨]
૧. સરખાવો વેગસૂત્ર ૧-૩૩ : મત્રવાદ્રિતીક્ષાળાં, સુવતુ:પુષ્યાपुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् ।
સુખી, દુઃખી, પુણ્યશાળી અને પાપી પુરુષે વિષે અનુક્રમે મિત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્ત પ્રસન્ન થઈ ધ્યાનને યોગ્ય થાય છે.”
૨. “બધા જ જીવોનું દુઃખ ખરેખર દૂર કરવા આશા રાખવી, તે તો દુરાશા જ છે. જેઓ “બધાં પ્રાણુઓ મુક્ત થયા બાદ જ હું મુક્ત થઈશ.” એવી વાતો કરે છે, તે ખાલી હવા ઉરાડે છે; માણસ બધા જીવો પ્રત્યે બહુ તો કરુણાભાવના જ રાખી શકે.”—ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org