________________
ધ્યાન–૧ ગયા પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે જેને સર્વત્ર સમબુદ્ધિ પ્રાપ્ત થઈ છે, તે પેગી પછી ધ્યાન કરવા લાગે. સમબુદ્ધિ પ્રાપ્ત કર્યા વિના ધ્યાન શરૂ કરનાર પિતાની જ વિડંબના કરે છે. કર્મોને ક્ષયથી મેક્ષ પ્રાપ્ત થાય છે; કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે; અને આત્મજ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે. માટે ધ્યાન આત્માને અત્યંત હિતકર છે. પરંતુ, સમબુદ્ધિ પ્રાપ્ત થયા વિના ધ્યાન નથી સંભવતું; અને યાન વિના નિષ્કપ સમબુદ્ધિ પણ પ્રાપ્ત નથી થતી. આમ એ બંને અન્યનાં કારણ છે. ૪િ/૧૧૨-૪]. ધ્યાનના બે પ્રકાર છે: ધર્મધ્યાન અને શુક્લધ્યાન. શુક્લધ્યાન
વિશિષ્ટ અસાધારણ બાંધાવાળા તથા “પૂર્વ” નામનાં ધ્યાનના પ્રાર શાસ્ત્રો જાણનારને જ સંભવી શકે છે. પણ હાલમાં
પૂર્વ” નામનાં શાસ્ત્રો સર્વથા લુપ્ત થયાં હોવાથી, તદનુસાર મન-વાણુ-કાયાના વ્યાપારના સદંતર નિરોધરૂપ શુક્લયાન સંભવી શકતું નથી. હાલમાં ધર્મયાન જ સંભવિત છે.
યાન એટલે અંતમુહૂર્ત પર્યત મનની (કેઈએક ધ્યેય વસ્તુમાં) સ્થિરતા. આ વ્યાખ્યા અલબત્ત, સાધક અવસ્થાના સ્થ યોગી માટે છે. છેવટની કક્ષાએ શુલધ્યાનમાં તે ધ્યાન એટલે મન-વાણીકાયાના સર્વ વ્યાપારને નિરોધ એવી જ વ્યાખ્યા ઘટે છે. પણ અહીં પ્રથમ ધર્મધ્યાનને અનુલક્ષીને જ વિવરણ કરવાનું છે. [૪/૧૧૫]
૧. નવ સમયથી માંડીને બે ઘડી (એટલે કે ૪૮ મિનિટ) માં એક સમય એ હોય ત્યાં સુધીના વખતને અંતમું હૂર્ત કહે છે.
૨. ૧૪ માં ગુણસ્થાન વખતે અગીપણાની દશામાં.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org