________________
ચાગશાસ્ત્ર
પુણ્ય વડે કયારેક ધર્માભિલાષારૂપી શ્રદ્ધા, ધર્મપદેષ્ટા ગુરુ, અને તેમનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થાય છે. પર ંતુ તે બધુ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ એધિરત્ન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. આ પ્રકારના ચિંતનને એધિદુલ ભત્વભાવના કહે છે. [૪/૧૦૭-૯ ]
૯૦
ટીકામાં આપેલું વિશેષ વિવરણ : રાજ્ય, ચક્રવતી પણ કે ઇત્વ વગેરે દુર્લભ નથી; પરંતુ જિન સિદ્ધાંતમાં ખેાધિ પ્રાપ્ત થવી દુર્લભ છે. બધા જ્વેએ પૂર્વેના જન્મામાં ખીજા તમામ ભાવે। અતતવાર પ્રાપ્ત કર્યાં છે; પર ંતુ ધિ કદી પ્રાપ્ત કરી નથી; તેથી તે સંસારમાં રખડયાં કરે છે. કુશાસ્ત્રનું શ્રવણુ, મિથ્યા દષ્ટિવાળાઓના સંગ, કુવાસના અને પ્રમાદશીલતા એ બધાં એધિનાં વિરાધી છે. ચારિત્ર પ્રાપ્ત થવું • દુર્લભ કહેવાય છે; પરંતુ તે ચારિત્રની પ્રાપ્તિ પણ ખેાધિ પ્રાપ્ત થાય તો જ સફળ છે, નહીં તે નિષ્ફળ છે. ચારિત્ર પ્રાપ્ત કરીને ઉત્તમ સ્વલેકમાં જવા છતાં એવિ વિના નિવૃત્તિ પ્રાપ્ત થતી નથી. જેમને એધિ પ્રાપ્ત થઈ છે, તે જીવે પછી આ સંસારમાં કયાંય આસક્ત નથી થતા; પરંતુ મમત્વરહિત થઈને મુક્તિમાર્ગમાં જ મચ્યા રહે છે. જે પરમપદ પામ્યા છે, પામવાના છે, કે પામે છે, તે બધા પણ માધિ પ્રાપ્ત કર્યાં બાદ જ તેમ કરી શકે છે. માટે એધિની જ ઉપાસના કરે.
આ પ્રમાણે આ બાર ભાવનાએ વડે અવિશ્રાંતપણે મનને સુવાસિત કરતા માણુસ નિર્દેમત્વ પ્રાપ્ત કરી, સ` ભાવેામાં સમત્વ પ્રાપ્ત કરે છે. વિષયેામાંથી વિરક્ત થયેલા અને સત્ર સમબુદ્ધિ પ્રાપ્ત કરીને સુવાસિત થયેલા ચિત્તવાળા લેાકાને જ કષાયરૂપી અગ્નિ શાંત થાય છે, અને ખેાધિરૂપી દીપક ઉજ્જવળ થાય છે. [૪/૧૧૦-૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org