________________
૬. આતમજ્ઞાનનાં સાધન આવેલાં છે. નીચે નીચેની ભૂમિની લંબાઈ પહોળાઈ અધિક અધિક છે.૧ આમ અલોક નીચે પહોળો અને ઉપર સાંકડે એમ ત્રાસન જેવો છે.
(આ સમગ્ર લેક કેઈ પ્રકૃતિ, ઈશ્વર, વિષ્ણુ, બ્રહ્મ, પુરુષ વગેરેએ બનાવેલો નથી. પ્રકૃતિ તે અચેતન છે. એટલે તે કશું ન બનાવી શકે. ઈશ્વરને લેક બનાવવાનું કાંઈ પ્રયોજન નથી. ઈશ્વરે લીલા કરવા ખાતર આ જગત રચ્યું છે એમ કહેવું, એ તો તેને છોકરાંની પેઠે ક્રીડા કરતો – રાગી – કહેવા જેવું છે. ઈશ્વરે જીવો ઉપર કૃપા કરવાની ખાતર આ જગત બનાવ્યું છે એમ કહીએ, તે જગતમાં દુઃખ જ ન હોવું જોઈએ. ઈશ્વરે જીવોનાં કર્મોની અપેક્ષાએ જગતને સુખી દુઃખી બનાવ્યું છે એમ કહો, તે તે કર્મોને જ જગતનું કારણ માનવું ઠીક છે. આમ, આ લોક કેઈએ બનાવ્યું પણ નથી, કે (શેષનાગ, કૂર્મ, વરાહ વગેરેએ) ટેકવી રાખ્યો પણ નથી. તે તે સ્વયંસિદ્ધ છે તથા કેઈને આધાર વિના ગગનમાં અવસ્થિત છે. [૪/૧૦૬ ] પિતપતાની નિ અનુસાર પ્રવૃત્તિ કરતાં કરતાં, તેમ જ વિશિષ્ટ
પ્રયત્ન કે અભિલાષા વિના કર્મોને ક્ષય થતાં થતાં ૨. વોર્િમત્વ- સ્થાવર નિમાંથી છવો જંગમ યોનિમાં કે પશુ માવના આદિ યોનિમાં આવે છે. તે પ્રમાણે ક્રમે ક્રમે કયારેક
તેમને મનુષ્યત્વ, આય દેશ, ઉત્તમ કુલ, પાંચે ઈદ્રિય, અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. મનુષ્યજન્મમાં પણ અનેક
૧. ટાંકામાં આપેલા નરકભૂમિના સવિસ્તર વર્ણન માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૧૬.
૨. ટીકામાં કેટલાક શ્લોક ટાંકીને જણાવ્યું છે કે, આ પ્રમાણે લોકભાવના કરવાથી નિમમત્વ પ્રાપ્ત થાય છે; તેમ જ ચિત્ત કેઈ ક્ષુદ્ર પદાર્થમાં રાગ કરતું અટકી, વ્યાપક દૃષ્ટિવાળું બને છે; ઉપરાંત જિનોએ કહેલું આ બધું લકનું સ્વરૂપ ધ્યાનમાં પ્રત્યક્ષ થતાં, તેમણે કહેલા અતીન્દ્રિય મેક્ષમાર્ગમાં પણ શ્રદ્ધા પેદા થાય છે.
૩. તેને “અકામનિર્જરા કહે છે. નિર્જરા એટલે કર્મોનું ખરી જવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org