________________
ર
યોગશાસ્ત્ર દુઃખ થાય? નમિરાજને આત્મા અને ધન વચ્ચે અનન્યત્વનું જ્ઞાન હતું, તેથી મિથિલાનગરી બળતી સાંભળીને પણ તેને કાંઈ ન થયું. જે માણસને સગાંસંબંધીઓથી આત્મા જુદો છે એવું જ્ઞાન છે, તેને પિતૃદુઃખ આવી પડે તોપણ દુઃખ નથી થતું, અને જેને તેવું જ્ઞાન નથી, તે દાસદુઃખથી પણ મૂઈિત થઈ જાય છે.
રસ, લેહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આંતરડાં અને - વિષ્ટા જેવી અપવિત્ર વસ્તુઓના સ્થાનરૂપ શરીર . અશુવિ7- કેવી રીતે પવિત્ર કહેવાય ? આંખ, કાન, નાક, મુખ માવના' અને અદ્ધારરૂપી છિદ્રોમાંથી મળ નીકળ્યા કરવાથી
ચીકણ અને દુર્ગધી રહેતા શરીરમાં પણ શુચિત્રનું અભિમાન કરવું એ મહામોહનું લક્ષણ છે. [૪/ર-૩] મન, વાણી અને કાયાની પ્રવૃત્તિઓથી જ શુભાશુભ કર્મ જીવમાં
આવે છે – દાખલ થાય છે, માટે તેમને ૭. સત્તર- આ કહે છે. મૈત્રી, મુદિતા, કરણ અને - માવની ઉપેક્ષારૂપી ભાવનાઓથી વાસિત થયેલા ચિત્તથી શુભ
કર્મ પ્રાપ્ત થાય છે અને કષા તથા વિષયોથી આક્રાંત થયેલા ચિત્ત વડે અશુભ કમ પ્રાપ્ત થાય છે. જે વાણી સત્ય હોય છે, તથા શાસ્ત્રજ્ઞાન અનુસાર હોય છે, તેનાથી શુભ કામ પ્રાપ્ત થાય છે, અને તેનાથી વિપરીત વાણીથી અશુભ કર્મ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે અસત્ પ્રવૃત્તિઓથી રહિત (અને ધ્યાનાદિ વખતે નિષ્ટ) શરીર વડે શુભ કર્મ પ્રાપ્ત થાય છે; પરંતુ સતત હિંસક પ્રવૃત્તિઓમાં વ્યાપૃત શરીરથી અશુભ કર્મ પ્રાપ્ત થાય છે. ક્રોધ, માન, માયા અને લેભરૂપી કલા (મલિન વૃત્તિઓ); હાસ્ય, રતિ, અરતિ,
૧. શરીર વિષે અપવિત્રતાની કે જુગુપ્સાની ભાવના કરવાથી મદ, અભિમાન અને કામવાસના દૂર થાય છે, અને તેના પ્રત્યે નિમમત્વ પ્રાપ્ત થાય છે. –ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org