________________
૬. આત્મજ્ઞાનનાં સાધન જાય છે, પરંતુ જેનું મન નિરુદ્ધ નથી, તેનાં તે કર્મો ઊલટાં વધે છે. માટે મુક્તિને ઈચ્છનારાઓએ આખા જગતમાં ભટક્યા કરનારા મનરૂપી વાંદરાને પ્રયત્નપૂર્વક નિયંત્રણમાં લાવવો જોઈએ. પૂર્વેના આચાર્યોએ મનની શુદ્ધિને નિર્વાણુમાર્ગને પ્રકાશિત કરનારી, તથા કદી ન ઓલવાતી દીવી કહીને વર્ણવી છે. મનની શુદ્ધિ હોય તે અવર્તમાન ગુણે પણ અસ્તિત્વમાં આવે છે; પરંતુ તે ન હોય તો વર્તમાન ગુણેને પણ અભાવ થાય છે. માટે ગમે તેમ કરીને બુદ્ધિમાન મનઃશુદ્ધિ પ્રાપ્ત કરવી. આંખે વિનાનાને જેમ દર્પણ નકામું છે, તેમ મનની શુદ્ધિ વિનાના તારવીનું યાન સર્વથા નકામું છે. માટે સિદ્ધિની ઈચ્છાવાળાએ મનની શુદ્ધિ પ્રાપ્ત કરવાને જ પ્રયત્ન કરો. તે વિનાનાં તપ, અધ્યયન, વ્રત વગેરેથી કરેલું કાયપીડન વ્યર્થ છે. [૪/૩૪-૪૪] . મનની શુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તે રાગદ્વેષને જીતવા. તે બે દૂર
થતાં જ આત્માની મલિનતા દૂર થાય છે, અને તે રાતૂપનો નય પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. યોગીએ મહા
પ્રયત્ન મનને આત્મામાં લીન કરવા જાય છે, પરંતુ રાગદ્વેષ અને મેહ ચડી આવીને તેને અન્યત્ર ખેંચી જાય છે. ગમે તેટલું રક્ષણ કરતા હોઈએ છતાં ડું પણ બહાનું મળતાં રાગાદિ પિશાચે મનને વારંવાર છેતરીને પિતાને વશ કરી લે છે. આંધળા માણસ જેમ આંધળાને ખાડામાં નાખે, તેમ રાગાદિ અંધકારથી નાશ પામેલી વિવેકદૃષ્ટિવાળું મન માણસને નરકરૂપી ખાડામાં નાખે છે. [૪૪૫-૮].
માટે નિર્વાણપદની આકાંક્ષાવાળા માણસોએ પ્રમાદ કર્યા વિના "
સમત્વ વડે રાગદ્વેષરૂપી શત્રુને જીતવો જોઈએ. સમત્વઅમ રૂપી અતિ આનંદદાયક પાણીમાં ડૂબકું મારતાં વેંત
જ રાગદ્વેષરૂપી મેલ ધોવાઈ જાય છે. એક અધી ક્ષણ પણ સમત્વનું અવલંબન લેવાથી જેટલે કર્મક્ષય થાય છે, તેટલે તીવ્ર તપ કરવાથી કરડે જન્મ પણ નથી થતો. આત્માના સ્વરૂપનું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org