________________
યોગશાસ્ત્ર લેભાયેલે ભમરે તેના કપિલ સ્થલ ઉપર જતાં તેના સૂપડા જેવા કાનના ઝપાટામાં આવી મરણ પામે છે. સુવર્ણ સમાન પ્રકાશિત જવાલાના તેજથી હિત થયેલે પતંગ તેમાં પડી તરત મૃત્યુ પામે છે. અને હરણ પણ મને હર ગીત સાંભળવા જતાં પારધીના બાણથી વીંધાઈ જાય છે. આમ એક એક વિષયને સેવવા જતાં જ મરણ પ્રાપ્ત થતું હોય, ત્યાં પાંચ વિષય સાથે ભોગવનારાની શી વલે થાય? [૪/૨૪-૩૩]
ટીકામાં આપેલા એ જ વિષયને લગતા શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છે: ઈદ્રિયની સર્વથા અપ્રવૃત્તિ એ કાંઈ ઈદ્રિયવિજય ન કહેવાય. ઈદ્રિયોના વિષયોમાંથી રાગદ્વેષ ચાલ્યા જાય, તે પછી ઇદ્રિની પ્રવૃત્તિ પણ ઈદ્રિયજય જ છે. સમીપ આવેલા વિષયોને ઈદ્રિને સંગ જ ન થાય એમ બનવું અશક્ય છે; પરંતુ તે વિષમાંથી રાગદ્વેષ તો જરૂર દૂર કરી શકાય. વિષમાં પિતામાં પ્રિયપણું કે અપ્રિયપણું કાંઈ નથી. એક જ વિષય અમુક હેતુઓથી પ્રિય પણ થાય છે કે અન્ય હેતુઓથી અપ્રિય પણ થાય છે. માટે, વિષયોનું પ્રિયપણું કે અપ્રિયપણું ઔપાધિક છે એમ વિચારી, તેમાં રાગદ્વેષ દૂર કરવા. એ ઈતિને જય મન:શુદ્ધિ વડે જ થઈ શકે તેમ છે. મન શુદ્ધિ
વિના યમ નિયમ વગેરેથી કરેલે કાયલેશ વૃથા મન:શુદ્ધિ જ જાય છે. અવિષયમાં પણ પ્રવૃત્તિ કરનારો તથા
નિરંકુશ રીતે ભટકનારે મનરૂપી રાક્ષસ ત્રણે જગતને સંસારરૂપી ચકરાવામાં ધકેલી રહ્યો છે. મુક્તિ પામવાની ઇચ્છાથી તપ તપતા મનુષ્યોને પણ ચંચળ ચિત્ત વંટોળિયાની પેઠે બીજે કયાંક ખેંચી જાય છે. મનને નિરોધ કર્યા વિના જે યોગમાર્ગમાં આરૂઢ થવા માગે છે, તે પગ વડે ચાલીને બીજે ગામ જવા ઈચ્છનારા પાંગળા જેવો હાસ્યને પાત્ર છે. મનને નિરોધ થતાં જ્ઞાન વગેરેને આવરનારાં કે વીર્ય વગેરેને અંતરાય કરનારાં પ્રબળ કર્મોને* પણ નિરોધ થઈ
* તેમની વિગત માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org