________________
૬. આત્મજ્ઞાનનાં સાધન પ્રકાર “અપ્રત્યાખ્યાનાવરણીય” છે. તેની તીવ્રતા એવી હોય છે કે તે અલ્પ પણ વિરતિ થવા દેતી નથી. તેની મુદત એક વર્ષની ગણાય છે. ચેથે પ્રકાર “અનંતાનુબંધી” છે. તેની તીવ્રતા એટલી બધી હોય છે કે તેથી જીવને અનંત કાળ સંસારમાં ભટકવું પડે છે.
સંજવલન ક્રોધાદિવાળાને યતિપણું સંભવે છે, પણ વિતરરાવ સંભવતું નથી; તથા તેનાથી દેવગતિ પ્રાપ્ત કરી શકાય છે, પણ મુક્તિ પ્રાપ્ત નથી કરી શકાતી. “પ્રત્યાખ્યાનાવરણીય કેધાદિવાળાને શ્રાવકપણું સંભવે છે, પણ યતિપણું સંભવતું નથી; તથા તેને મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે, પણ દેવગતિ નથી પ્રાપ્ત થતી. “અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધાદિવાળાને સમ્યગદષ્ટિપણું એટલે કે સદ્ધમ ઉપર શ્રદ્ધા સંભવે છે, પણ શ્રાવકપણું સંભવતું નથી; તથા તેને પશુનિ પ્રાપ્ત થાય છે, પણ મનુષ્યનિ નહિ. “અનંતાનુબંધી” ક્રોધાદિવાળાને તો સમ્યગદષ્ટિપણું પણ નથી સંભવતું અને તેને નરકગતિ જ પ્રાપ્ત થાય છે. [૪/૬-૮] ક્રોધ એ શરીર-મનને સંતાપ કરાવનાર છે, વેરનું કારણ છે,
દુર્ગતિને માગે છે, તથા શમસુખને દાખલ થતું ૨. ધ રોકનાર આગળ છે. અગ્નિની પેઠે કેધ ઉત્પન્ન થતાં
વંત પ્રથમ તો પિતાના આશ્રયસ્થાનને જ બાળે છે; બીજાને તે પછીથી બાળે છે અથવા નથી પણ બાળતો. તેથી તે ક્રોધરૂપી વહ્નિ શમન કરવા માટે પુણ્યાત્મા પુરુષોએ ક્ષમાને આશરે લેવો જોઈએ. કારણ કે, ક્ષમા, સંયમરૂપી બગીચાને સમૃદ્ધ કરનાર પાણીના ઝરારૂપ છે. [૪/૯-૧૧]
ટીકામાં કેધની બાબતમાં કેટલાક વધુ શ્લેકે આ પ્રમાણે આપ્યા છે. જે માણસ તને નુકસાન કરવા ઇચ્છે છે, તેણે પોતે પોતાના આત્મામાં પાપકમ બાંધ્યું જ; હવે, પિતાનાં કર્મોથી હણાયેલા ઉપર તું કેધ શા માટે કરે છે? વળી, તારા ઉપર અપકાર કરનારાઓ ઉપર તું ગુસ્સે થવા જાય છે, તેના કરતાં દુઃખના હેતુરૂપ તારાં કર્મો ઉપર જ ગુસ્સે કેમ નથી થતું? સૈકાને
–૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org