________________
S
:
૫. દિનચર્યા “ભારત વગેરે ક્ષેત્રોમાં સિદ્ધાંતની સ્થાપના કરનાર ભગવાનને હું પ્રથમ નમસ્કાર કરું છું. પછી, અજ્ઞાનરૂપી અંધકારનું પડળ નાશ કરનાર, મર્યાદા ધારણ કરનાર, મોહજાળને ભેદ કરનાર, તથા સુરગણો નરેંદ્રો વગેરેથી પૂજિત એવા સિદ્ધાંતને નમસ્કાર કરું છું. જન્મ, જરા, મરણ અને શોકનો નાશ કરનાર, કલ્યાણમય, પુષ્કળ અને વિશાળ સુખની પ્રાપ્તિ કરાવનાર, તથા દેવો દાન અને નરેંદ્રોના સમૂહોથી પૂજિત એવા એ ધર્મનું બળ મેળવ્યા બાદ કે માણસ પ્રમાદ કરે ? એ પ્રસિદ્ધ જિનમતને હું એકાગ્રતાપૂર્વક નમસ્કાર, કરું છું, કે જે જિનમતથી દેવ નાગ-સુપર્ણ-કિનરગણ વગેરેથી આદરપૂર્વક પૂજિત એવા સંયમરૂપી ચારિત્રની સદા વૃદ્ધિ થાય છે. જેમાં જ્ઞાન પ્રતિષ્ઠિત છે, એ જિનમત વિજય પામે, હમેશ વૃદ્ધિ પામો!” ત્યાર બાદ એ જિનમતની વંદના માટે કાર્યોત્સર્ગ કરે, તથા તેની સ્તુતિ કરે. ત્યાર બાદ સિદ્ધોને આ પ્રમાણે નમસ્કાર કરે :
“સર્વે સિદ્ધો, જેઓ કૃતકૃત્ય થયા છે, બુદ્ધ થયા છે, સંસારને પાર પામ્યા છે, કમપૂર્વક મુક્તિ પામ્યા છે, તેમ જ લેકના અગ્રભાગમાં સ્થિત છે, તેમને સદા નમસ્કાર.” આમ સર્વ સિદ્ધોને નમસ્કાર કર્યા બાદ વર્તમાન તીર્થંકર મહાવીરસ્વામીની આ પ્રમાણે સ્તુતિ કરે:
જે દેને પણ દેવ છે, તથા જેને દેવો હાથ જોડી નમસ્કાર કરે છે, તેવા દેવેદ્રો વડે પૂજિત મહાવીરને હું માથા વડે વંદન કરું છું. કેવળજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા મહાવીર ભગવાનને કરેલો એક પણ નમસ્કાર પુરુષ કે સ્ત્રી ગમે તેને સંસારમાંથી તારે છે.”
- ત્યાર બાદ પ્રવચનની સેવા કરનારા, શાંતિ કરનારા, અને શ્રદ્ધાવંત જીને સ્વસ્થતા આપનારા દેવોની આરાધનાને અર્થે કાર્યોત્સર્ગ કરવો; ત્યાર બાદ ફરી તે જ વિધિથી બેસીને પહેલાંની પેઠે “નમેથુર્ણ અરિહંતાણ* સ્તોત્રને પાઠ કરવો; ત્યાર બાદ કહેવું:
હે વીતરાગ, હે જગદ્ગરુ, તમારો જય! હે ભગવાન તમારા પ્રભાવથી મને સંસાર ઉપર વૈરાગ્ય થાઓ; તમે બતાવેલા માર્ગને અનુસરવાની વૃત્તિ મારામાં પ્રગટ થાઓ; મેં ઇલા અર્થોની સિદ્ધિ થાઓ; લેકવિરુદ્ધ કર્મોને મારાથી ત્યાગ થાઓ; મારા વડે ગુરુજનોની પૂજા થાઓ; મારા વડે પરમાર્થ સધાઓ; મને સગુરુને સંબંધ થાઓ; અને તેમનાં વચનનું પાલન મરતા સુધી, અખંડ રીતે હું કહું !”
આ ચિત્યવંદન વિધિ છે. ૧. એટલે કે અકસ્માત નહીં, પણ સાધનાદિ કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org