________________
હાઈ, બીજાને પણ જિતાડનાર છે. તેઓ તે તરેલા હેઈ, બીજાને તારનાર છે; તેઓ જાતે બુદ્ધ હેઈ, બીજાને બંધ કરાવનારા છે; તેઓ સર્વજ્ઞ છે, તથા સર્વદા છે; અને તેઓ શિવ, અચલ, અરુજ (રેગની બાધારહિત), અનંત, અક્ષય, અવ્યાબાધ, તથા અપુનરાવતી એવું સિદ્ધગતિ નામનું ઉત્તમ સ્થાન પામેલા છે, તેવા ભયને જીતનાર જિનેને નમસ્કાર.”
ત્યાર બાદ, “હું અતીત, અનાગત, અને વર્તમાન એ બધા જિનોને મન વાણી અને કાયાથી વંદુ છું” એમ બેલી, જિનપ્રતિમાને નીચે પ્રમાણે વંદન કરવું :
અહંત ભગવાનની મૂર્તિની વંદના માટે, પૂજન માટે, સત્કાર માટે, અને સંમાન માટે– કે જેથી બેધિને લાભ થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય – હું વધતી જતી શ્રદ્ધા, મેધા, ધતિ, ધારણા તથા અનુસ્મરણ સાથે શરીરના અન્ય વ્યાપારનો ત્યાગ કરી, મન અને ધ્યાનપરાયણ બનું છું.” તે કાર્યોત્સર્ગ (ધ્યાનાદિ)થી પરવારી “નમે અરિહંતાણું” એ વગેરે બેલી નમસ્કાર કરવા ત્યાર બાદ આ સમયમાં ભારતવર્ષમાં જે ૨૪ તીર્થંકર થઈ ગયા. તેમનાં નામ દઈ તેમની સ્તુતિ કરવી. જેમકે, “લોકમાં પ્રકાશ કરનાર, ધમરૂપી તીર્થ પ્રગટ કરનાર, તથા કેવલજ્ઞાની ચોવીસે અહત જિનેની હું સ્તુતિ કરું છું... આ પ્રમાણે મેં સ્તુતિ કરેલા, જિનેમાં શ્રેષ્ઠ, નિર્મલ, તથા જરામરણ વિનાના ચોવીસ તીર્થંકરે મારા ઉપર પ્રસન્ન થાઓ. તે લકત્તમ સિદ્ધ પુરુષે આરોગ્ય, બધિર અને ઉત્તમ સમાધિ મને અર્પે. ચંદ્રથી પણ વધુ નિર્મલ, સૂર્ય કરતાં પણ વધુ પ્રકાશક, તથા સ્વયંભૂરમણ સાગર કરતાં પણ વધુ ગંભીર એવા તે સિદ્ધો મને પરમપદની પ્રાપ્તિ કરાવો.૩” આ પ્રમાણે ચોવીસ તીર્થકરેની સ્તુતિ કરી, સર્વ લોકમાં આવેલી જિનપ્રતિમાઓના વંદન માટે કાર્યોત્સર્ગ કરો. ત્યાર બાદ, જગતમાં દીવાની ગરજ સારનાર શાસ્ત્રની આ પ્રમાણે સ્તુતિ કરવી :
૧. આ સ્તુતિને “શિકસ્તવ” કહે છે. ૨. અહત પ્રણીત ધમ.–ટીકા.
૩. ટીકામાં શંકા ઉઠાવી છે કે, જિન તો વીતરાગ છે, એટલે તેમની સ્તુતિથી તેમને પ્રીતિ થતી નથી, કે તેમની નિંદાથી તેમને ઠેષ થતો નથી, તે પછી તેમને “પ્રસન્ન થાઓ” એમ કહેવાની શી જરૂર છે? તેને જવાબ એ આપ્યું છે કે, તેમની સ્તુતિ કરવાથી તે ભલે પ્રસન્ન ન થતા હોય, પણ આપણું ચિત્ત તો શુદ્ધ થાય છે જ, તેમજ આપણાં કમ પણ ક્ષય પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org