________________
૬૦
યોગશાસ
અવતરી, અતિ દુલ ભ એવા ભેગા ભેગરી અંતે કાઈ નિમિત્તથી તે ભાગામાં વિરક્ત થઈ, તે જન્મે જ કે વધારેમાં વધારે આ જન્મની અંદર જ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી, તે મુક્તિ પામે છે. [ ૩/૧૪૮-૧૫૫ ]
પરિશિષ્ટ
પ્રકરણની શરૂઆતમાં પ્રાતઃકાળમાં કરવાને દેવપૂજન આદેિ જે વિધિ જણાવ્યા છે, તેનું વિશેષ વિવરણ ટીકામાં વિસ્તારથી આપ્યું છે. અજત વાચકને તેનું દિગદર્શીન કરાવવાના ઇરાદાથી અહીં તેના સાર ટૂ‘કમાં આપ્યા છે :— ભગવાનની તિલક, ધૂપ, સ્નાનાદિથી પૂજા કરી, ‘ ઐર્ચાપથિકી પ્રતિક્રમણ ' કરવું; ત્યાર બાદ ‘શક્રસ્તવ ’ વગેરેથી ચૈત્યવંદન કરવું; અને પછી ઉત્તમ સ્તાત્રાદિથી ગુણકીતન કરવું. ઐય્યપથિકી પ્રતિક્રમણ કરવું એટલે, અહિંસાદિરૂપ જે સાધુ આચાર ( યાય ) તેનું જવા-આવવામાં કોઈ જીવજંતુ કે સજીવ વનસ્પતિ આફ્રિ ઉપર પગ મૂકી કે તેમને કાંઈ દુ:ખ વગેરે ઉપજાવી જે ઉલ્લંધન કર્યુ હોય, ‘તે બધું દુષ્મમ' મિથ્યા થાએ' એમ ખેલી તેનું પ્રાયશ્ચિત્ત કરવું તે. આ પ્રમાણે કરવાથી પ્રાયશ્ચિત્તનાં આલેાચના' અને પ્રતિક્રમણ ' એ એ અગા પૂરાં થાય છે. કારણ કે, આલેચના એટલે થયેલા ગુનાની નિખાલસ કબૂલાત, અને પ્રતિક્રમણ એટલે થયેલ ભૂલના અનુતાપી તેમાંથી નિવૃત્ત થવું, અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું. પ્રાયશ્ચિત્તનાં આ બે અગે પરવાર્યા બાદ ‘કાયાત્સગ' નામનું ત્રોત્રુ અગ આ પ્રમાણે ખેાલીને કરવાનું હાય છેઃ “મારા તે થયેલા દોષના પરિષ્કાર માટે, પ્રાયશ્ચિત્ત માટે મારા આત્માને નિઃશલ્ય કરવા માટે તથા તે પાપકર્મોના ઉચ્છેદ માટે, જ્યાં સુધી નમેાઅરિહંતાણ ’એ નમસ્કારવાકચ ન મેલું, ત્યાં સુધી હું મારા તમામ કાયિક વ્યાપારેશને માત્ર થાડાક અપવાદે સાથે ત્યાગ કરું છું. તે અપવાદે જેવા કે, શ્વાસાચ્વાસ, ખાંસી, છીંક, બગાસું વગેરે; તેમ જ શરીરમાં કાંઈ આકસ્મિક ભ્રમ કે પ થઈ જાય, કે રેશમાંચ જેવી સૂક્ષ્મ ક્રિયાએ થઈ જાય, કે સૂક્ષ્મ દૃષ્ટિસ`ચાર થઈ જાય તે વગેરે. તેવી ક્રિયાએથી મારા વ્રતના ભાગ
*
ऐकी
प्रतिक्रमण
Jain Education International
C
For Private & Personal Use Only
www.jainelibrary.org