________________
યોગશાસ્ત્ર વળી વિચારવું કે, જેને દેવ રાગદ્વેષાદિને જીતનાર જિન છે, જેને ધર્મ દયારૂપ છે, અને જેના ગુરુઓ પંચમહાવ્રતધારી સાધુઓ છે, એવા શ્રાવકપણાની કેણુ પ્રશંસા ન કરે ? જિનધર્મ વિનાને ચક્રવર્તી પણ થવાનું હું પસંદ ન કરું; પરંતુ જિનધર્મવાળે દાસ કે ગરીબ થવાનું હું પસંદ કરું. ક્યારે હું બધા સંગ તજી, ફાટયાં તૃત્યાં કપડાંવાળો તથા મેલથી છવાયેલા શરીરવાળો બની, માધુકરી વૃત્તિથી મુનિચર્યા આચરનારો બનીશ! દુ:શીલ પુરુષનો સંસર્ગ તજી, ગુરુચરણોની રજમાં આળોટતો હું ધ્યાનયોગને અભ્યાસ કરી ક્યારે આ સંસારને ‘ઉચ્છેદ કરીશ ? ગાઢ રાત્રીમાં ગામ બહાર નિશ્ચલ ઊભો રહી કાયેત્સર્ગ (ધ્યાન) કરતો હોઉં, ત્યારે મને થાંભલે ધારી આખલાઓ આવીને કયારે પિતાની ગરદન ઘસી જશે? વનમાં પદ્માસન વાળીને બેઠો હોઉં અને મારા ખેાળામાં મૃગનાં બચ્ચાં રમતાં હોય, તે વખતે કયારે વૃદ્ધ મૃગાંધિ૧ આવીને મને મેં આગળ સૂંઘશે? જ્યારે મારી બુદ્ધિ શત્રુ મિત્ર, તૃણ-સ્ત્રી, સુવર્ણપથ્થર, મણિ-માટી, અને મેક્ષ-સંસાર એ બધામાં સમાન થશે?.[ ૩/૧૩૯-૧૪૫]
મુક્તિરૂપી મંદિરની નિસરણરૂપ ગુણસ્થાનની પંક્તિ ઉપર ચડવાને સવારના પહોરમાં પરમ આનંદના કંદરૂપ આવા આવા મને રથ કરવા. [૩/૧૪૬]
આ પ્રમાણે દિવસ-રાતની ચર્યાને અપ્રમાદીપણે આચરતો તથા શાસ્ત્રમાં કહેલી પ્રતિમાઓ રૂપી તપ વિધિવત્ આચરતા ગૃહરથ પણ પાપને ક્ષય કરી શકે છે. [૩/૧૪૭]
૧. તેઓ માણસને સૌથી ઓછો વિશ્વાસ કરે છે– ટીકા.
૨. આત્મા ઉપરથી મોહને ક્ષય થઈ પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય ત્યાં સુધીના માર્ગને ૧૪ પંક્તિઓમાં વહેચી નાખવામાં આવ્યું છે. તે પંક્તિઓને ગુણસ્થાન કહે છે. તેમના વિસ્તૃન વર્ણન માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક પા. ૧૬૪ (ત્રીજી આવૃત્તિ).
૩. જુઓ પુસ્તકને અંતે ટિ. નં. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org