________________
યોગશાસ્ત્ર તથા મન-વાણી-કાયાની ગુપ્તિમાં કે સમિતિ વગેરેના આચરણમાં જે કાંઈ અતિચાર કર્યા છે, તેમની કબૂલાત કરવાની હોય છે તથા તેઓમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા વ્યક્ત કરવાની હોય છે. તેમાંથી પરવાર્યા બાદ (૫) કાત્સર્ગ કરો. કાયોત્સર્ગ એટલે સ્થિર શરીરે ધ્યાન. ત્યાર બાદ (૬) પ્રત્યાખ્યાન કરવું. પ્રત્યાખ્યાન એટલે પ્રવૃત્તિને પ્રતિકૂળ
એટલે કે અમુક ન કરવાની – મર્યાદાને ખ્યાન” એટલે કથન. આમાં મુખ્યત્વે અમુક કાળ સુધી ન ખાવાને કે અમુક વસ્તુઓ ન ખાવાને નિયમ લેવાનું હોય છે. આ છે આવશ્યક કામ કરી રહ્યા બાદ સ્વાધ્યાય એટલે કે અણુ
વ્રતના વિધિ વગેરેનો પાઠ અથવા વાચન, પ્રશ્ન, સ્વાધ્યાય પરિવર્તન, અનુપ્રેક્ષા (મનન) અને ધમકથા કરે.
જે માણસ સાધુને અપાસરે આવવાને અશક્ત હેય, કે જેને ત્યાં આવવામાં ઘણું મુશ્કેલીઓ હોય, તે પિતાને ઘેર જ ઉપરની છ આવશ્યક ક્રિયાઓ તેમ જ સ્વાધ્યાય કરે. [ ૩/૧૨૯ ] ત્યાર બાદ યોગ્ય સમયે અહંત વગેરે દેવ, તથા ધર્માચાર્ય
વગેરે ગુરુનું સ્મરણ કરી, પવિત્ર થઈ મોટે निद्रा ભાગે મૈથુનને ત્યાગ કરી, અલ્પ નિદ્રાને સેવે.
[૩/૧૩૦]
૧. ધ્યાન માટે એકાગ્ર બની, શરીર પરથી મમતાને ત્યાગ કરવો એ કાયોત્સર્ગ છે. તેને ઉદ્દેશ ધ્યાન માટે એકાગ્રતા પ્રાપ્ત કરવાનો છે.
૨. ત્યાગ કરવા યોગ્ય વસ્તુઓના બે પ્રકાર છે: દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય એટલે અન્ન વસ્ત્ર, ધન, આદિ બાહ્ય વસ્તુઓ. અને અજ્ઞાન, અસંયમ, કષાય આદિ ભાવ રૂપે છે. અનાદિ બાહ્ય વસ્તુઓને ત્યાગ પણ અજ્ઞાન આદિ ભાવત્યાગ માટે છે. પ્રતિક્રમણ દ્વારા પાપની આલોચનાથી ચિત્તશુદ્ધિ થાય; તેવી ચિત્તશુદ્ધિ પછી જ ધ્યાન માટે એકાગ્રતા સંભવી શકે. તેનાથી વિશેષ ચિત્તશુદ્ધિ થાય. આમ એકાગ્રતા અને આત્મબળ પ્રાપ્ત થાય ત્યારે જ પ્રત્યાખ્યાન થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org