________________
પ. દિનચર્યા દર્શન વિષયક, તથા (સ્થૂલ પાપકર્મોના ત્યાગરૂપી) ચારિત્ર વિષયક જે કાંઈ કાયિક, વાચિક કે માનસિક અતિચાર કર્યો હોય; મન-વાણુંકાયાના સંરક્ષણરૂપી ગુપ્તિઓનું ખંડન કર્યું હોય; કેધ-માન-માયા
ભરૂપી કક્ષા (ના પ્રતિષેધ)નું ખંડન ક્યુ હોય; તથા પાંચ અણુવ્રતનું, ત્રણ ગુણવ્રતનું એમ બાર પ્રકારના શ્રાવક ધમનું ખંડન કર્યું હોય, તે બધું મિથ્યા થાઓ.” ત્યાર બાદ દિવસ દરમ્યાન અણુવ્રતાદિની બાબતમાં જે કાંઈ પ્રતિષિદ્ધ આચરણ કર્યું હોય, જે કાંઈ દુષ્ટ ચિંતન કર્યું હોય, જે કાંઈ દુષ્ટ વાણી વાપરી હોય, કે જે કાંઈ દુષ્ટ ચેષ્ટાઓ કરી હોય, તે બધા અતિચારની વિશુદ્ધિ માટે તેમની અનુજ્ઞાથી “આલેચના” (કબૂલાત) કરી જવી. ત્યાર બાદ પિતે જાણતાં અજાણતાં તેમના જે કાંઈ અપરાધ કર્યા હોય તેમની ક્ષમા માગી જવી. આટલું કર્યા બાદ પ્રતિક્રમણ કરવું. (૪) પ્રતિક્રમણ એટલે શુભ આચારમાંથી ખસી અશુભ આચારમાં જે ક્રમણુ–ગમન કર્યું હોય તેમાંથી પ્રતિ” એટલે પાછા શુભ આચાર તરફ આવવું તે. તેમાં, જે અશુભ પ્રવૃત્તિ પિતે કરી હોય તેમાંથી તેની નિંદા દ્વારા નિવૃત્તિ કરવાની હોય છે; નવા દોષોને રોધ કરવાને હોય છે; અને ભવિષ્યના દેને ત્યાગ કરવાનો હોય છે. તે વખતે વળી, બાર વતેમાંથી પિતે જે કોઈને અતિચાર કર્યો હોય; આ લેક, પરલેક, જીવિત, મરણ અને કામગ વિષે અભિલાષા કરી હોય ચૈત્યવંદન, ગુરુવંદન, વગેરેમાં કાંઈ પ્રમાદ કર્યો હોય; જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ અને ઐશ્વર્યને મદ કર્યો હોય; આહાર-ભયમૈથુન-પરિગ્રહનું, કે ક્રોધ-માન-માયા-લોભનું કાંઈ અનાચરણ કર્યું હોય,
૧. દર્શનના અતિચાર આ પ્રમાણે થઈ શકે : શાસ્ત્રમાં શંકા કરવી અન્ય મતની કાંક્ષા કરવી; ધર્મના ફળમાં સંદેહ કરે; અન્યધર્મના વૈભવ, માહાભ્ય, ચમત્કાર વગેરે દેખી મેહ પામવું; સાધમને ઉત્સાહ ન આપ કે સ્થિર ન કરો; તેના પ્રત્યે વાત્સલ્ય ન રાખવું; તથા અન્યધમીએ પણ પિતાના ધમની અનુમોદના કરે તેવા કાર્ય ન કરવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org