________________
. ૫. દિનચર્યા
૫૩ તથા સ્તોત્રથી પૂજા કરી, તથા. યથાશકિત આહારાદિત્યાગને નિયમ લઈ દેવમંદિરમાં જવું. દેવમંદિરમાં વિધિસર પ્રવેશ કરી, ત્યાં જિનભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી; પછી પુષ્પાદિ વડે તેમની અભ્યર્થના કરી તેમની ઉત્તમ સ્તવનથી સ્તુતિ કરવી. [ ૩/૧ર૧-૩]
ત્યાર બાદ દેવવંદન અર્થે આવેલા કે ધર્મકથાદિ માટે ત્યાં જ '
રહેલા ઓને વિધિપૂર્વક વંદનાદિ કરી, તેમની प्रत्याख्यान સમીપ જઈ પોતે લીધેલે આહારાદિત્યાગનો નિયમ
તેમને નિર્મલ અંતઃકરણથી કહી સંભળાવે. તેમના વંદનાદિનો વિધિ આ પ્રમાણે છે: તેમને દેખતાં જ ઊભા થઈ જવું; તેઓ આવે ત્યારે સામા જવું; માથે હાથ જોડવા; તેઓને જાતે આસન લાવી આપવું; તેઓ બેઠા પછી બેસવું, ભક્તિપૂર્વક તેમનું વંદન કરવું, તેમની સેવાસુશ્રુષા કરવી; તેમજ તે જાય એટલે તેમની પાછળ પાછળ થડે સુધી જવું. [ ૩/૧૨૪-૬ ]
ત્યાર બાદ દેવમંદિરમાંથી પાછા આવી તિપિતાના ધંધાને સ્થાને જઈ બુદ્ધિમાન પુરુષ ધર્મથી અવિરુદ્ધ રીતે ચિત અર્થચિંતન કરે." [૩/૧ર૭]
૧. મૂળમાં “પ્રત્યાખ્યાન કરી” એવું છે.
૨. વિધિ આ પ્રમાણે પુષ્પતાંબુલ વગેરે સચિત્ત દ્રવ્યો તેમજ પાદુકા વગેરે અચિત્ત દ્રવ્યોને ત્યાગ કરી, બેસને જમણા હાથ નીચેથી લઈને ડાબા હાથ ઉપર પહેલે છેડે રાખ્યો હોય તેના પર નાખવે, પછી મૂર્તિનું દર્શન થતાં માથે અંજલિ જોડવી, અને મનને એકતાન કરવું.
૩. એ બધા વિધિ માટે જુઓ આ પ્રકરણને અંતે પરિશિષ્ટ.
૪. આજીવિકાના માર્ગો વગેરે અંગે મનુસ્મૃતિ વગેરેના વિચારે જાણવા માટે જુઓ પુસ્તકને છેડે પૂતિ ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org