________________
૮૦
ઢાળ-૨ : ગાથા-૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જ્ઞાનનઈ ભ્રાન્તપણું થાઈ, તે જાણવું. ઈમ - એક - અનેક ઈન્દ્રિયગ્રાહ્યપણઈ દ્રવ્યથી ગુણપર્યાયનો ભેદ જાણવો. ગુણ - પર્યાયનઈ માંહોમાંહિ ભેદ, તે સહભાવી ક્રમભાવી એ કલ્પનાથી જ. || ૨-૧૫ |
સંધ્યું.. ચહેરો ખીલી ઊઠ્યો... એ ખીલવટ પરથી સુગંધી ફૂલનું જે અનુમાન થાય... એની અપેક્ષાએ પોતે જ ફૂલને સુંઘી રહ્યો હોય ત્યારે સુગંધી ફૂલનું જે જ્ઞાન થાય એ ઘણું વિશદ હોય જ છે. પછી એને પ્રત્યક્ષ શા માટે નહીં કહેવાનું ? નહીંતર “હું ફૂલ સૂવું છું.” આવા જ્ઞાનને શી રીતે ઘટાવશો ?
નૈયાયિક - વસ્તુતઃ એ ફૂલની ગંધને જ સૂધી રહ્યો છે... ને પછી એનો ગંધવાનું એવા ફૂલમાં ઉપચાર કરે છે.
જૈન - નિર્મળવ:... માણવક (નામનો માણસ) અગ્નિ છે. આવો વાક્યપ્રયોગ થયો હોય ત્યાં વાસ્તવિક અગ્નિ અસંભવિત હોવાથી ઉપચરિત લેવાય છેપણ ચૂલામાં અગ્નિ છે” આમ કહ્યું હોય ત્યાં મૌલિક અગ્નિ સંભવિત છે તો કાંઈ ઔપચારિક અગ્નિ લઈ ન શકાય.. અર્થાત્ મૌલિક વાત સંભવતી હોય ત્યાં ઉપચાર કરવો અયોગ્ય છે. એટલે પ્રસ્તુતમાં, “હું ફૂલ સૂવું . આ વાત મૌલિક રીતે સંભવિત છે... તો એને ઉપચરિત માનવી યોગ્ય નથી. એટલે નક્કી થયું કે દ્રવ્યનું ધ્રાણેન્દ્રિય વગેરે દ્વારા પણ પ્રત્યક્ષ થાય જ છે.
નહીંતર, “હું ઘડો જોઉં છું આવી પ્રતીતિ અંગે પણ “ઘડાનું રૂપ (લાલવર્ણ) જ એ જોઈ રહ્યો છે ને પછી રૂપવાન્ એવા ઘડામાં ઉપચાર કરે છે એમ કહેવું પડશે...એટલે સામાન્યથી જેમ, ઘડાના રૂપ વગેરે ગુણના પ્રત્યક્ષ દ્વારા જ ગુણીદ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે. એમ પ્રસ્તુતમાં પણ સુગંધના પ્રત્યક્ષ દ્વારા સુગંધી ફૂલનું પ્રત્યક્ષ આ ક્રમ હોવાથી.. “ફૂલ સૂવું છું' આ પ્રતીતિને ફૂલના પ્રત્યક્ષરૂપે માનવામાં કોઈ વાંધો નથી.
આમ, દ્રવ્ય અનેક ઇન્દ્રિયનો વિષય છે જ્યારે ગુણ-પર્યાય એક-એક ઇન્દ્રિયના વિષય છે... માટે પણ પરસ્પર ભેદ છે.
શંકા : સ્થાસ-કોશ વગેરે તો અનેક ઇન્દ્રિયગ્રાહ્ય છે. માટે પર્યાય પણ અનેક ઇન્દ્રિયગ્રાહ્ય છે જ ને ?
સમાધાન : અહીં ‘ગુણપર્યાય” શબ્દ જે રહેલો છે તેનો ગુણ અને પર્યાય એવો ઇતરેતરદ્વન્દ્ર સમાસ કરવાનો નથી પણ ગુI વ પર્યાયા: એમ કર્મધારય સમાસ કરવાનો છે. માટે ગુણાત્મકપર્યાયો જ લેવાના છે. તદ્ધિન પર્યાયો નહીં. સ્થાસાદિ કાંઈ ગુણાત્મક પર્યાય નથી.
શંકા : કયા પર્યાય ગુણાત્મક છે અને કયા તદ્ધિન્ન છે ?
સમાધાન : કેમ કહ્યું જ છે ને - સહભાવી ધર્મો એ ગુણ છે, અને ક્રમભાવી ધર્મો એ તદ્ધિન પર્યાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org