________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૫
૧૯
ગુણ-પર્યાય એક ઇન્દ્રિય-ગોચર ક. વિષય છઇ. જિમ રૂપ ચક્ષુરિન્દ્રિયઇ જ જણાઇ, રસ તે રસનેન્દ્રિયઇ જ, ઇત્યાદિક. અનઇ ઘટાદિક દ્રવ્ય છઇ, તે દોહિં-ચક્ષુરિન્દ્રિય અનઇ સ્પર્શનેન્દ્રિય એ ૨ ઇન્દ્રિયઇ કરીનઇ જાણો છો. એ નઇયાયિકમત અનુસરીનઈ કહિઉં. સ્વમતઇ ગંધાદિક પર્યાય દ્વારઇ ઘ્રાણેન્દ્રિયાદિકઇ પણિ દ્રવ્ય પ્રત્યક્ષ છઇ. નહી તો- ‘કુસુમ ગંધું છું' ઇત્યાદિ પ્રતીતિને ભ્રમણારૂપ માનવાની આપત્તિ આવે.
નૈયાયિક એમ કહે છે કે ઘ્રાણેન્દ્રિય દ્વારા તો ફૂલની ગંધનું જ પ્રત્યક્ષ થયું છે... પણ એ ગંધ પરથી ગંધવાન્ એવા ફૂલદ્રવ્યનું અનુમાન થાય છે.
જૈન - ‘ફૂલદ્રવ્યનું જે જ્ઞાન થાય છે તે અનુમાન છે, પ્રત્યક્ષ નથી.' એમ શાના આધારે કહો છો ?
નૈયાયિક સ્પષ્ટ પ્રત્યક્ષમ્... વસ્તુનો પ્રત્યક્ષબોધ ઘણો વિશદ હોય છે... પરોક્ષ જ્ઞાન એટલું વિશદ હોતું નથી... જેમકે ધૂમાડો જોઇને વહ્નિનું અનુમાન થાય છે. ત્યારે માત્ર વહ્નિનો જ બોધ હોય છે... એનો વર્ણ... આકૃતિ... પરિમાણ વગેરે કશાનો બોધ થતો નથી... જ્યારે વહ્નિનું પ્રત્યક્ષ હોય તો ભૂરો-લાલ કે પીળો છે ? જ્વાલાઓ નીકળે છે કે શાંત છે ? જ્વાલાઓ કેટલી ઊંચી છે ? વગેરે ઘણું ઘણું જણાય છે... આ પ્રત્યક્ષ બોધ છે.
એમ ફૂલ જો પ્રત્યક્ષ હોય તો એની સાઇઝ... કલર... પાંખડીઓ... વગેરે ઘણું ઘણું દેખાય છે... આ પ્રત્યક્ષ બોધ છે. પણ અંધકારની અંદ૨ ફૂલને સુંઘતા હોઈએ ત્યારે ઘ્રાણેન્દ્રિયથી માત્ર ગંધનું પ્રત્યક્ષ થાય છે... કયું ફૂલ ? કેવા રંગનું છે ? કેટલી-કેવી પાંખડીઓ છે ? વગેરે કશું જણાતું નથી... (અનુમાનથી કલ્પના કરીએ એ વાત જુદી...) માટે ઘ્રાણેન્દ્રિયથી માત્ર ગંધનું જ પ્રત્યક્ષ માની શકાય... ફૂલનું નહીં... કારણ કે ફૂલનો વિશદ બોધ નથી.
જૈન - સ્પર્શનેન્દ્રિયથી તો તમે ધટાદિનું પ્રત્યક્ષ માન્યું છે... તો સ્પર્શનેન્દ્રિયથી ઘડાનો રંગ દેખાય કે નહીં ?
નૈયાયિક ના, ન જ દેખાય...
જૈન - ઘડો લાલ છે કે કાળો ? એ જણાતું ન હોય તો પણ સ્પર્શનેન્દ્રિયથી થતા ઘડાના જ્ઞાનને વિશદ માનીને પ્રત્યક્ષરૂપ કહો છો ?
નૈયાયિક એ તો રંગ સ્પર્શનેન્દ્રિયનો વિષય નથી, માટે શી રીતે જણાય ? જે સ્પર્શનેન્દ્રિયના વિષય હોય એ તો સ્પષ્ટ જણાય જ છે, માટે એને પ્રત્યક્ષ કહેવાય છે.
જૈન ભલા આદમી ! આ વાત ઘ્રાણેન્દ્રિય માટે પણ કેમ નથી લગાવતો ? ઘ્રાણેન્દ્રિયનો જેટલો વિષય હોય એટલા અંશમાં ગંધ દ્વારા ફૂલ પણ વિશદરૂપે ભાસે જ છે... બાકી ફૂલ લાલ છે કે પીળું ? નાનું છે કે મોટું ? વગેરે જે નથી ભાસતું એ બોધ અસ્પષ્ટ છે એ કારણે નહીં, પણ એ બધું ઘ્રાણેન્દ્રિયનો વિષય નથી, એ કારણે... બસો-ત્રણસો ડગલાં દૂર ઊભેલા માણસે ફૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org