________________
દ્રવ્ય
યનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૫
શંકા : કૃષ્ણ-નીલાદિ વર્ણો ક્રમભાવી હોય છે... તિક્ત-કટુ વગેરે રસો ક્રમભાવી હોય છે. તો શું આ કૃષ્ણાદિ વર્ણો કે તિક્તાદિ રસો વગેરે ગુણાત્મક નથી ?
સમાધાન : ના, એ બધા પણ ગુણાત્મક તો છે જ. એટલે જ તો એકેન્દ્રિયગ્રાહ્ય છે. શંકા : પણ તો ગુણાત્મક પર્યાયને અલગ શી રીતે પાડશો ?
સમાધાન : વ્યાકયા વિના જુના: આ સૂત્રનો સહારો લઈશું.... જે આશ્રિત હોય પણ આશ્રયભૂત ન હોય તે ગુણાત્મક પર્યાયો છે. અથવા, જે નિર્ગુણ છે તે ગુણાત્મક પર્યાયો છે... આવી વ્યાખ્યા કરવાથી કોઈ વાંધો નહીં આવે. સ્થાસાદિ તો વર્ષાદિગુણોના આશ્રયભૂત છે, સગુણ છે..
શંકા : પણ તો પછી ગ્રન્થકારે કેમ ક્રમભાવી-સહભાવી... એ રીતે વ્યાખ્યા કરી ?
સમાધાન : ગુણભિન્ન પર્યાયો ક્રમિક જ હોય છે. તેથી એક સાથે એક જ હોય છે એવો નિયમ છે. ગુણાત્મક પર્યાયો તો એક કાળે અનેક સહભાવી જ હોય છે. કૃષ્ણ નીલાદિવષ્ણ ભલે પરસ્પર સહભાવી નથી. ક્રમિક છે, પણ રસાદિને તો સહભાવી છે જ. આ ક્રમભાવી જ હોવું ને સહભાવી જ હોવું... આવા નિયમને જણાવવા માટે ગ્રન્થકારે એવી વ્યાખ્યા આપી છે, એમ વિચારી શકાય છે.
શંકા : એમ તો પાર્થિવદ્રવ્યની અપેક્ષાએ માટી પણ પર્યાય છે ને ઘડો પણ પર્યાય છે... આ બન્ને તો સાથે હોય છે ને !
સમાધાન : ઘડાને જ્યારે પર્યાય તરીકે લેવામાં આવે ત્યારે માટીને દ્રવ્ય જ કહેવાય છે, પર્યાય નહીંએટલે આ દ્રવ્ય અને પર્યાય ભેગા થયા કહેવાય, બે પર્યાયો નહીં. એટલે, જે સહભાવી જ હોય તે ગુણાત્મક પર્યાય અને ક્રમભાવી જ હોય તે તદ્ધિન પર્યાય એવો અર્થ સમજવો જોઈએ. આમાંથી એકેન્દ્રિયગ્રાહ્યત્વનું જ જે નિયંત્રણ કરવું છે તે ગુણાત્મક પર્યાય માટે જ કરવું છે એ સમજાય છે. અથવા સ્થાસાદિ જે ક્રમભાવી પર્યાય છે તે પોતાની અવાંતર અવસ્થાઓની અપેક્ષાએ તો દ્રવ્યાત્મક છે જ, માટે અનેકેન્દ્રિયગ્રાહ્ય છે. માત્ર એક-એક સમયભાવી જે ક્રમિક અવસ્થાઓ હોય છે તેની અવાન્તર અવસ્થાઓ અશક્ય હોવાથી એ દ્રવ્યાત્મક હોતી નથી... પણ એ તો છદ્મસ્થનો વિષય જ ન હોવાથી - ઇન્દ્રિયગ્રાહ્ય જ ન હોવાથી કોઈ આપત્તિ આવતી નથી.
શંકા : વાયુ દ્રવ્ય પણ એકેન્દ્રિયગ્રાહ્ય જ છે ને ! સમાધાન : ના, વાયુ સ્પર્શેન્દ્રિય ઉપરાંત ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય પણ છે જ.
શંકા : ધ્રાણેન્દ્રિયથી જે ગંધપ્રત્યક્ષ થાય છે તે વાયુ સાથે આવેલા સૂક્ષ્મ પાર્થિવ અંશોનું હોય છે, વાયુનું નહીં..
સમાધાન : નૈયાયિકે વાયુમાં શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, ગંધ વગેરે માન્યા નથી, માટે એણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org