________________
૮૨
ઢાળ-૨ : ગાથા-૧૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સંજ્ઞા સંખ્યા લક્ષણથી પણિ, ભેદ એહોનો જાણી રે | સુ-જસકારિણી શુભમતિધારો, દુરમતિ વેલી કૃપાણી રે ! જિન | ૨-૧૬ છે. આ બધા ગુણો ઔપાધિક માનવા પડે છે. આપણા જૈન મતે તો વાયુ એ બાદરસ્કંધ (ઔદારિક સ્કંધ) રૂપ હોવાથી બધા જ વર્ણ-સ્પર્શાદિ એમાં સંભવે છે. એટલે ગંધાદિ પણ સંભવિત હોવાથી ફૂલની જેમ વાયુનું પણ ધ્રાણપ્રત્યક્ષ શક્ય છે. નહીંતર શિયાળામાં ઠંડોગાર વાયુ જે વાય છે તેના શીતસ્પર્શની સંગતિ માટે જો એમાં જલીય અંશો ભેગા માનવામાં આવે તો ભેજનું પ્રમાણ વધારે માનવું પડવાથી કપડાં જલ્દી સૂકાય નહીં. અને અમુક પદાર્થો ચોમાસામાં જેમ ભેજ પકડી લે છે એમ શિયાળામાં પણ પકડવા માંડવા જોઈએ. અને તો પછી શિયાળામાં પણ એ પદાર્થો જલ્દી બગડી જવા જોઈએ. પણ એ બગડતા નથી. ઉપરથી વધારે દીર્ધકાળ ટકે છે... માટે ઠંડા પવનમાં પાણીનો અંશ હોતો નથી એ માનવું આવશ્યક છે ને તેથી ઠંડો સ્પર્શ વાયુનો પોતાનો જ છે ઔપાધિક નથી, એ પણ માનવું જરૂરી છે. એ જ રીતે ગંધ પણ વાયુની પોતાની છે, ઔપાલિક નથી ને તેથી વાયુનું ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ પણ શક્ય છે જ. એમ અન્ય અમુક વાયુ રસનેન્દ્રિયગ્રાહ્ય પણ હોય છે.
શંકા : ધર્માસ્તિકાયનો ગતિસહાયકત્વ ગુણ કઈ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે ?
સમાધાન : એક પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી.. જે દ્રવ્ય અનેકેન્દ્રિયગ્રાહ્ય હોય એના જ ગુણાત્મકપર્યાયની અહીં વાત છે...ને એના પણ ઇન્દ્રિયગ્રાહ્યગુણાત્મક પર્યાયની જ અહીં વાત છે.
એટલે, જો ઈન્દ્રિયગ્રાહ્યત્વ હોય તો, દ્રવ્ય અને કેન્દ્રિયગ્રાહ્ય છે. અને અદ્રવ્યાત્મપર્યાય એકેન્દ્રિયગ્રાહ્ય છે. આવો ભેદ નિશ્ચિત કરી શકાય છે. (બધા જ દ્રવ્ય અને અદ્રવ્યાત્મક-ગુણાત્મક પર્યાયના ભેદને વણી લેવો હોય તો તૈયાયિક જેમ અવ્યાપ્તિના વારણ માટે લક્ષણને જાતિઘટિત બનાવી દે છે એમ પ્રસ્તુતમાં બનાવી શકાય છે.)
અહીં જે આધાર-આધેયભાવે ભેદ કહ્યો એમાં ધારો કે કોઈ શંકા કરે છે.... “એવંભૂત નયે તો એમ કહેવાય છે કે હું મારા આત્મામાં (આત્મપ્રદેશોમાં) જ રહું છું.... તો આધેય હું એ પણ આત્મા. અને આધાર પણ આત્મા.. એટલે કે આધાર-આધેયભાવ હોવા છતાં ભેદ નથી.” તો એને જવાબ આપવો કે શિષ્યલોકની આધાર-આધેયની પ્રતીતિની અહીં વાત છે. અને શિષ્ટલોક વ્યવહારનયને અનુસરનારો હોવાથી હાલ “હું આસન પર છું...' વગેરે કહેશે, પણ “મારામાં છું” એમ નહીં જ. આસન કરતાં તો “હું જુદો છે જ. માટે ભેદ સિદ્ધ થાય છે જ.
ગુણ અને પર્યાયનો પરસ્પર જે ભેદ છે તે પરમાર્થથી નથી.... પણ સહભાવી હોય તે ગુણ અને ક્રમભાવી હોય તે પર્યાય.. આવી કલ્પનાથી છે એ જાણવું. | ૨૪ /
ગાથાર્થ - વળી, દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ સંજ્ઞા, સંખ્યા અને લક્ષણથી પણ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org