________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-ર : ગાથા-૧૬
૮૩ ટબો- તથા સંજ્ઞા ક. નામ, તેહથી ભેદ, ‘દ્રવ્ય” નામ ૧, “ગુણ” નામ ૨, પર્યાય” નામ ૩. સંખ્યા - ગણના, તેહથી ભેદ, દ્રવ્ય ૬, ગુણ અનેક, પર્યાય અનેક. લક્ષણથી ભેદ - દ્રવણ = અનેકપર્યાયગમન દ્રવ્યલક્ષણ, ગુણન = એકથી અન્યનઈ ભિન્નકરણ તે ગુણલક્ષણ, પરિગમન = સર્વતો વ્યાપ્તિ તે પર્યાય લક્ષણ, ઈમ એહોનો = દ્રવ્ય ગુણ પર્યાયનો, માંહોમાંહિ ભેદ જાણીનઈ, ઉત્તમ યશની કરણહાર ભલી મતિ ધરો. કેહવી છઇ ? જે દુરમતિ કહિછે - જે દ્રવ્યાપક્ષની માઠી મતિ, તે રૂપિણી જે વેલી, તેહનાં વિષઈ કૃપાણી = કુહાડી.
એ ઢાલ - દ્રવ્ય - ગુણ - પર્યાયનો ભેદ દેખાડ્યો. હિવઈ - ત્રીજો ઢાલઈ એકાંતિ જે ભેદ માનઈ છઇ તેહનઈ અભેદપક્ષ અનુસરીનઈ દૂષણ દિઈ છઈ. / ર-૧૬
એ જાણીને સારો યશ ફેલાવનારી, દુર્મતિરૂપ વેલડી માટે કુહાડી સમાન શુભમતિને ધારણ કરો. || ૨-૧૬ ||
વિવેચન - સંજ્ઞા એટલે નામ.. નામભેદે વસ્તુભેદ હોય છે. જેમકે ઘટ નામ વાળી વસ્તુ કરતાં પટ નામવાળી વસ્તુ જુદી છે... માત્ર પર્યાયવાચી શબ્દો હોય ત્યાં જ નામભેદે વસ્તુભેદ હોતો નથી. (જેમકે ઘટ-કુંભ-કળશ વગેરે નામભેદ છે, પણ વસ્તુભેદ નથી...) દ્રવ્ય, ગુણ, પર્યાય... આ પર્યાયવાચી-એકાર્થક શબ્દો નથી....અને છતાં નામભેદ છે.માટે પરસ્પર વસ્તુભેદ છે.
સંખ્યાનો ભેદ છે... દ્રવ્ય ૬ છે. ગુણ અનેક છે. પર્યાય અનેક છે... માટે દ્રવ્ય - ગુણ - પર્યાયનો ભેદ છે.
લક્ષણભેદે ભેદ છે... (ક્રમશ:) અનેક પર્યાયોને પામવું. આવું દ્રવણ એ દ્રવ્યનું લક્ષણ છે. ગુણન = એકથી અન્યને ભિન્ન કરવું એ.. આવું ગુણન એ ગુણનું લક્ષણ છે... (લાલ રંગ... શ્યામઘટથી રક્તઘટને અલગ પાડે છે... વગેરે). પરિગમન = સર્વતો વ્યાપ્તિ એ પર્યાયનું લક્ષણ છે. અર્થાત્ આખા દ્રવ્યની અવસ્થાંતરપ્રાપ્તિ.... આખું દ્રવ્ય નવા સ્વરૂપને વ્યાપ્ત રહે. એ સર્વતો વ્યાપ્તિ કહેવાય છે. આ પર્યાયનું લક્ષણ છે... આમ દ્રવ્યાદિ ત્રણેના લક્ષણ અલગ-અલગ હોવાથી ત્રણેનો પરસ્પર ભેદ છે.
આમ એકત્વ-અનેકત્વ.. આધાર-આધેયભાવ. એકઇન્દ્રિય ગોચરતા-અનેક ઈન્દ્રિય ગોચરતા, નામભેદ, સંખ્યાભેદ, લક્ષણભેદ.. વગેરે દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ જાણીને શુભમતિ ધારો. જે શુભમતિ ઉત્તમ યશને ફેલાવનાર છે, તથા (ગુણ-પર્યાય દ્રવ્યથી સર્વથા અભિન્ન હોવાથી વસ્તુતઃ દ્રવ્યરૂપ જ છે ને તેથી આ વિશ્વમાં દ્રવ્ય સિવાય બીજું કશું નથી એવી) દ્રવ્યાÁત પક્ષની જે માઠી = દુષ્ટ મતિ = બુદ્ધિ. એ દુર્બુદ્ધિ રૂપી વેલડી માટે આ શુભમતિ કુહાડી જેવી છે... અર્થાત્ આ કુહાડી એ દુબુદ્ધિનો નાશ કરનાર છે.
આમ આ ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ બતાડ્યો છે. હવે આગળની ત્રીજી ઢાળમાં, દ્રવ્યાદિનો પરસ્પર જે એકાંતે ભેદ માને છે તેને, અભેદ પક્ષની દલીલો દ્વારા દૂષણ દેખાડશે. ર૫TT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org