________________
ને
- ટાળ ત્રીજી
એકાંતિ જો ભાષિઈજી, દ્રવ્યાદિકનો રે ભેદ | તો પરદ્રવ્ય પરિ હુઇજી, ગુણ-ગુણિભાવ ઉચ્છેદ રે .
ભવિકા, ધારો ગુરુ ઉપદેશ ૩-૧ | ટબો- દ્રવ્યાદિકનો - દ્રવ્ય - ગુણ પર્યાયનો જો એકાંતઈ ભેદ ભાષિઈ, તો પરદ્રવ્યનઈ પરિ સ્વદ્રવ્યનઈ વિષે પણિ ગુણ - ગુણિભાવનો ઉચ્છેદ થઈ જાઈ. જીવ દ્રવ્યના ગુણ જ્ઞાનાદિક, તેહનો ગુણી જીવદ્રવ્ય, પુદ્ગલ દ્રવ્યના ગુણ રૂપાદિક, ગુણી પુગલદ્રવ્ય, એ વ્યવસ્થા છd, શાસ્ત્ર પ્રસિદ્ધ. ભેદ માનતાં તે લોપાઈ, જીવદ્રવ્યનઈ પુદગલ ગુણસું જિમ ભેદ છઈ તિમ નિજ ગુણસ્ય પણિ ભેદ છઠ, તો “એહનો એહ ગુણી, એહના એહ ગુણ' એ વ્યવહારનો વિલોપ થઈ આવઈ. તે માટો દ્રવ્ય ગુણ પર્યાયનો અભેદ જ સંભવઈ. એહવો અભેદનયનો ગુરુનો ઉપદેશ ભણીનઈ ભવ્ય પ્રાણી ધારો. | ૩-૧ .
ગાથાર્થ - જો દ્રવ્યાદિકનો એકાંતે ભેદ કહેવામાં આવે તો પરદ્રવ્યની જેમ ગુણ - ગુણીભાવનો ઉચ્છેદ થઈ જાય. હે ભવ્યજીવો ! ગુરુના ઉપદેશને હૃદયમાં ધારો. || ૩-૧ ||
વિવેચન - દ્રવ્ય કરતાં ગુણ-પર્યાયનો ભેદ છે એ વાત બીજી ઢાળમાં ઘણી દલીલો સાથે સમજાવી. પણ આટલા માત્રથી જો એકાંતે ભેદ માની લેવામાં આવે તો ઘણી અસંગતિઓ ઊભી થાય છે. માટે હવે આ ઢાળમાં એ અસંગતિઓનું વર્ણન કરીને એકાંતભેદનો નિષેધ કરવા દ્વારા કથંચિદ્ ભેદભેદનું સ્થાપન કરવામાં આવશે.
દ્રવ્યાદિકનો = દ્રવ્ય-ગુણ-પર્યાયનો જો એકાંતે = સર્વથા = અભેદનિરપેક્ષ એવો ભેદ કહેવામાં આવે તો પરદ્રવ્યની જેમ સ્વદ્રવ્ય સાથે પણ ગુણ-ગુણીભાવ ઊભો રહી શકે નહીં. આશય એ છે કે જીવદ્રવ્યના જ્ઞાન વગેરે ગુણ છે અને એ જ્ઞાનાદિકગુણોનો ગુણી જીવદ્રવ્ય છે... પુદ્ગલદ્રવ્યના ગુણ રૂપ વગેરે છે અને એ રૂપ વગેરેનો ગુણી પુદ્ગલ દ્રવ્ય છે. આવી વ્યવસ્થા શાસ્ત્રમાં કહેલી છે. પણ જો ગુણ-ગુણી (દ્રવ્ય)નો એકાંતે ભેદ માનવામાં આવે તો આ વ્યવસ્થા લોપાઈ જાય છે. જીવદ્રવ્ય પુદ્ગલના ગુણભૂત રૂપાદિથી જેમ સર્વથા ભિન્ન છે, માટે જીવદ્રવ્યના રૂપાદે ગુણ.... ને રૂપાદિ ગુણનો જીવદ્રવ્ય એ ગુણી’ એમ જેમ નથી કહેવાતું તેમ “જીવદ્રવ્યના જ્ઞાનાદિ ગુણ... ને જ્ઞાનાદિગુણનો જીવદ્રવ્ય એ ગુણી” એમ પણ કહી નહીં શકાય, કારણ કે જીવદ્રવ્યને જ્ઞાનાદિથી પણ સર્વથા ભિન્ન માન્યું છે. એ જ રીતે રૂપાદિથી પુદ્ગલદ્રવ્યનો સર્વથા ભેદ જો હોય તો તો જીવની જેમ પુદ્ગલ સાથે પણ રૂપાદિનો ગુણ-ગુણીભાવ કહી નહીં શકાય.. કારણ કે એકાંત ભેદ બંનેની સાથે એક સમાન રીતે રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org