________________
2પ
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૨ દ્રવ્યઈ ગુણ પર્યાયનો જી ઈ અભેદ સંબંધ | ભિન્ન તેહ જો કલ્પિઈ છે, તો અનવસ્થા બંધ રે | ભવિકા ૩-રા.
ટબો- વળી અભેદ ઉપરિ યુક્તિ-કહઈ છઈ - દ્રવ્ય ક. દ્રવ્યનઈ વિષ, ગુણ - પર્યાયનો અભેદ સંબંધ છઇ. જો દ્રવ્યનઇ વિષઈ ગુણ - પર્યાયનો સમવાય નામઈ ભિન્ન સંબંધ કલ્પીછે, તો અનવસ્થા દોષનું બંધન થાઈ. જે માટd ગુણ - ગુણીથી અલગો સમવાય સંબંધ
જે બે પદાર્થોને પરસ્પર કશું લાગતું વળગતું જ ન હોય.. સર્વથા જુદા હોય એ બે પદાર્થો વચ્ચે સંબંધ હોવો શક્ય જ શી રીતે બને ? એટલે જીવનો રૂપાદિ સાથે જેવો સર્વથા ભેદ છે. એના કરતાં જ્ઞાનાદિ સાથે કંઈક વિલક્ષણતા તો હોવી જ જોઈએ. અન્યથા જ્ઞાનાદિ પણ રૂપાદિની પંક્તિમાં જ બેસવાથી રૂપાદિની જેમ જીવના હોવા સંભવી જ ન શકે. આ વિલક્ષણતા એટલે જ કથંચિત્ અભેદ. તેથી જીવદ્રવ્યના જ્ઞાનાદિ ગુણો... પુદ્ગલદ્રવ્યના રૂપાદિગુણો.... આવા બધા વ્યવહારની સંગતિ માટે ગુણ-ગુણી વચ્ચે અભેદ માનવો પણ આવશ્યક છે. આવો અભેદનયનો ગુરુનો ઉપદેશ સાંભળીને હે ભવ્યજીવો ! હૃદયમાં ધારો. | ૨૬ |
ગાથાર્થ - દ્રવ્યમાં ગુણ અને પર્યાયનો અભેદ સંબંધ છે. એને જો ભિન્ન કલ્પીએ તો અનવસ્થા દોષનું બંધન આવે છે. ૩-૨ |
વિવેચન - વળી અભેદ સંબંધને દર્શાવવા માટે યુક્તિ દર્શાવે છે. દ્રવ્યમાં ગુણ - પર્યાયનો અભેદ સંબંધ છે.
નૈયાયિક - ગુણ-ગુણી ભાવની સંગતિ કરવા માટે બંને વચ્ચે સંબંધ હોવો જોઈએ... એટલી વાત બરાબર છે. કારણ કે કોઈપણ પદાર્થ બીજા પદાર્થમાં વગર સંબંધ રહી શકતો નથી. પણ આ સંબંધ અભેદ સંબંધ જ જોઈએ એવો નિયમ નથી. ભેદસંબંધથી પણ કામ ચાલી શકે છે. જેમ કે અમે નિત્ય એવા સમવાય સંબંધથી બધી સંગતિ કરીએ છીએ. જીવથી જ્ઞાન રૂપાદિકની જેમ જ સર્વથા ભિન્ન હોવા છતાં જીવનું જ્ઞાન કહેવાય છે, રૂપાદિક નથી કહેવાતા એમાં કારણ એ છે કે જ્ઞાનનો સમવાય સંબંધ જીવમાં રહ્યો છે, રૂપાદિકનો નથી રહ્યો.
જૈન - જ્ઞાનનો સમવાય જીવમાં રહ્યો છે, એમ તમે માનો છો.. પણ સમવાય પણ તમારા મતે એક સ્વતંત્ર પદાર્થ હોવાથી વગર સંબંધે જીવમાં રહી શકશે નહીં. માટે એનો મા નામનો સંબંધ માનવો પડશે. વળી એ એ ને પણ જીવમાં રહેવું પડશે, કારણ કે તો જ એ સંબંધનું કામ કરી શકે. એટલે એને રહેવા માટે વે નામનો સંબંધ માનવો પડશે. વળી વ ને જીવમાં રહેવું પડશે. એ માટે તે સંબંધ જોઈએ. આમ અનવસ્થા ચાલશે... નવો નવો સંબંધ માન્યા જ કરવો પડશે.. ક્યાંય અટકી નહીં શકાય.
નિયાયિક - અમે સમવાયને જીવમાં રહેવાનો જે સંબંધ માનીએ છીએ તે સ્વરૂપસંબંધ છે. અર્થાત્ જીવનું એક સ્વરૂપ જ સમવાયને રહેવાના સંબંધનું કામ કરે છે... અને આ સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org