________________
८६
ઢાળ-૩ : ગાથા-૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કહિછે તો તે સમવાયનઈ પણિ અનેરો સંબંધ જોઇઇ. તેહનઈ પણ અનેરો, ઇમ કરતાં કિહાંઈ ઠરાવ ન થાઈ. અનઈ જો સમવાયનો સ્વરૂપ સંબંધ જ અભિન્ન માનો તો ગુણ-ગુણીનઈ સ્વરૂપસંબંધ માનતાં હૂં વિઘટઈ છઈ ? જે ફોક નવો સંબંધ માનો છો. ૫ ૩-૨ | સ્વર્ણ કુંડલાદિક હુઉં જી,” “ઘટ રક્તાદિક ભાવ” એ વ્યવહાર ન સંભવઇજી, જો ન અભેદસ્વભાવ રે સંભવિકા ૩-૩ /
ટબો- વળી અભેદ ન માનઇ, તેહનાં બાધક કહઈ છઈ- “સોનું તેહ જ કંડલ થયું “ઘડો પહિલાં શ્યામ હુતો, તેહ જ રાતો વર્ણઈ થયો” એહવો સર્વલોકાનુભવસિદ્ધ વ્યવહાર ન ઘટઈ, જો અમેદસ્વભાવ દ્રવ્યાદિક ૩ નઈ ન હુઈ તો. ૩-૩
તો જીવનું પોતાનું સ્વરૂપ હોવાથી અભિન્ન હોય છે. માટે એને રહેવાનો કોઈ નવો સંબંધ માનવો જરુરી ન હોવાથી અનવસ્થા આવતી નથી...
જૈન - સમવાયનો જો જીવમાં અભિન્ન એવો સ્વરૂપ સંબંધ માનો છો તો એના કરતાં જ્ઞાનાદિ ગુણનો જ અભેદ સંબંધ માની લ્યો ને. એ માનવામાં તમને શું તકલીફ પડે છે ? નાહકનું સમવાય નામનો નવો પદાર્થ-સંબંધ માનવાનું ગૌરવ કરવું. માટે ગુણ-ગુણીનો અભેદ સંબંધ માનવો જરુરી છે.
ટૂંકમાં ઘડાનું પાણી પણ બોલાય છે ને ઘડાનું રૂપ પણ બોલાય છે. પણ પાણી ઘડાનું મટીને તપેલીનું થઈ શકે છે... રૂપ ઘડાનું મટીને અન્યનું થઈ શકતું નથી. તેથી જળ-ઘટ વચ્ચેના સંબંધ કરતાં રૂપ-ઘટ વચ્ચેનો સંબંધ ઘણો જ વિલક્ષણ હોવો જ જોઈએ..ને એટલે એ અભેદ સંબંધ છે. | ૨૭ |
ગાથાર્થ - જો દ્રવ્ય અને ગુણ-પર્યાયનો અભેદ સ્વભાવ ન હોય, તો “સોનું કુંડલ વગેરે બન્યું “ઘડો લાલ વગેરે બન્યો” આવો વિશ્વપ્રસિદ્ધ વ્યવહાર સંગત નહીં થાય. | ૩-૩ ||.
વિવેચન - આ ગાથામાં દ્રવ્ય-પર્યાયનો અને દ્રવ્ય-ગુણનો અભેદ ન માનનારને બાધક આપવામાં આવે છે. સોનાના કુંડલ-કંકણ વગેરે પર્યાયો છે. ઘડાના શ્યામરૂપ-રક્તરૂપ વગેરે ગુણો છે. જો સોનું-કુંડલ વચ્ચે અભેદ ન હોય તો સર્વલોકને જે અનુભવસિદ્ધ છે કે “સોનું કુંડલ બન્યું તે ઘટી શકશે નહીં. એમ ઘડા અને રૂપ વચ્ચે અભેદ નહીં હોય તો, પહેલાં જે ઘડો શ્યામ હતો. તે હવે (પાક આપ્યા પછી) લાલ બન્યો” આવો શિષ્ટજન વ્યવહાર પણ ઘટી શકશે નહીં, કારણ કે એમાં ઘડાને જ શ્યામ-લાલ કહેવાઈ રહ્યો છે.
નૈયાયિક - સોનું કુંડલ બન્યું...” આવા વ્યવહારની સંગતિ માટે અમે કુંડલ શબ્દની લક્ષણા કુંડલઆકારવાળામાં કરીએ છીએ. એટલે અર્થ આવો મળશે કે “સોનું કુંડલ આકારવાળું બન્યું...” એમ લાલ = લાલરંગવાળો એવી લક્ષણા કરીને “ઘડો લાલરંગવાળો બન્યો' આવો અર્થ કરીએ છીએ. માટે કોઈ અસંગતિ રહેતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org