________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૪
બંધ દેશ ભેદઇ હુઇ જી, બિમણી ગુરુતા રે ખંધિ ।
પ્રદેશ ગુરુતા પરિણમઇજી, બંધ અભેદહ બંધ રે ।। ભવિકા૰ ॥ ૩-૪ ॥
ટબો વળી બીજું બાધક કહઇ છઇ- બંધ કહિઇ - અવયવી, દેશ કહિઇ અવયવ, એહોનઇ જો ભેદ માનઇ તો બિમણો ભાર ખંધમાંહિ થયો જોઈઇ, જે મા િશત તંતુના પટમાંહિ - શતતંતુનો જેટલો ભાર, તેટલો પટમાંહિઁ પણિ જોઈઇ.
અનઇ જે કોઇ નવા નઇયાયિક ઇમ કહઇ છઇ જે અવયવના ભારથી અવયવીનો ભાર અત્યન્ત હીન છઇ, તે માટઇ તેહનઇ મતઇ દ્વિપ્રદેશાદિક ખંધમાંહિં કિહાંઈ ઉત્કૃષ્ટ
८७
જૈન - એક તો લક્ષણા કરવાનું ગૌરવ થાય છે... બીજું, લક્ષણા ત્યારે જ થાય જ્યારે અસંગતિ ઊભી થતી હોય... અભેદ માનવામાં કોઈ અસંગતિ રહેતી જ નથી, પછી લક્ષણા શા માટે ? ભેદસંબંધ માની સમવાય નામનો નવો પદાર્થ કલ્પવાનું ગૌરવ... ને પાછું આ લક્ષણાનું ગૌરવ... આમ બમણું ગૌરવ વહોરી લેવામાં ડહાપણ તો નથી જ. ॥ ૨૮ 11
ગાથાર્થ - સ્કંધ=અવયવી અને દેશ–અવયવ... આ બંનેનો જો સર્વથા ભેદ હોય તો સ્કંધમાં બમણું વજન આવવું જોઈએ. પણ આવતું નથી. પ્રદેશઅવયવોનું જે વજન હોય છે તે જ અવયવીનું વજન બની જાય છે... માટે અવયવ - અવયવીનો અભેદ સંબંધ માનવો જોઈએ.
|| ૩-૪ ||
વિવેચન – સર્વથા ભેદ માનનારને બીજો બાધક આપે છે જો સ્કંધ=અવયવી અને દેશ=અવયવ... એનો એકાંતે ભેદ કહીએ તો સ્કંધમાં બમણું વજન થવું જોઈએ. આશય એ છે કે ૧૦૦ તંતુનો પટ બન્યો. એ વખતે ૧૦૦ તંતુ તો ઊભા જ છે ને તેથી એનું વજન તો ઊભું જ છે. હવે પટ જે પેદા થયો તે જો તંતુથી સર્વથા ભિન્ન છે... તો એનું વજન પણ સર્વથા ભિન્ન રહેવાથી કુલ બમણું વજન થવું જ જોઈએ.
-
-
અનઇ જે કોઇ... નવ્યનૈયાયિક - અવયવના ભાર કરતાં અવયવીનો ભાર અત્યંત અલ્પ (નહીવત્ - શૂન્ય જેવો) જ હોય છે. એટલે અવયવીને જ્યારે તોલવામાં આવે ત્યારે અવયવોનો ભાર જ જણાય છે... પણ બમણો ભાર જણાતો નથી.
Jain Education International
ગ્રન્થકાર - તો પછી ઉત્કૃષ્ટ ગુરુતા ચણુક ઋણુક વગેરે કોઈપણ સ્કંધમાં ક્યારેય નહીં મળે... પરમાણુમાં જ મળવી જોઈએ... કારણ કે છેવટે ચણુક પણ પરમાણુના અવયવી છે ને પરમાણુ એનો અવયવ છે.
તમારી વાત બરાબર છે... ઉત્કૃષ્ટ ગુરુતા પરમાણુમાં જ હોય છે, એમ અમે
નૈયાયિક માની લઇશું.
ગ્રન્થકાર
તો તો પછી વિશેષ પ્રકારના રૂપ વગેરે પણ પરમાણુમાં જ હોય છે, એમ
For Private & Personal Use Only
www.jainelibrary.org