________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૪ એક અનેક રૂપથી ઇણિ પરિ, ભેદ પરસ્પર ભાવો રે | આધારાધેયાદિકભાવિ, ઇમજ ભેદ મનિ લ્હાવો રે જિન| ૨-૧૪ હોય છે. તેથી સ્વયં કૃષ્ણાદિ વર્ણવાનું બની શકે નહીં.
(૨) માટી પિંડ રૂપે પરિણમી.... વગેરે વ્યવહાર થાય છે. એટલે મૃદ્ધવ્ય પરિણામ અને પિંડ એના પરિણામ કહેવાય છે. પણ એ રીતે વર્ણ “કૃષ્ણ' રૂપે પરિણમ્યો એવો વ્યવહાર ક્યારેય થતો નથી. એટલે વર્ણ પરિણામી છે. ને કૃષ્ણ એનો પરિણામ છે એમ કહી શકાતું નથી... આ જ જણાવે છે કે કૃષ્ણ-નીલાદિ વર્ણજન્ય નથી..
(૩) પિંડ સ્થાસ બની ગયો. સ્થાસ કોશ બની ગયો. આવો બધો પણ વ્યવહાર થાય છે... પણ એ રીતે કાળો વર્ણ રક્તવર્ણ બની ગયો... વગેરે વ્યવહાર ક્યારેય થતો નથી... હા કાળો ઘડો લાલ બની ગયો. એવો વ્યવહાર થાય છે. એટલે કે ઘડામાં શ્યામપરિણામ હતો તે હવે રક્તપરિણામ બન્યો. અર્થાત્ અલગ-અલગ કૃષ્ણ-રક્તાદિ પરિણામના આધાર તરીકે ઘટાદિદ્રવ્ય જ ભાસે છે, વર્ણાદિગુણ નહીં. એનો અર્થ એ બધા પરિણામનો પરિણામી દ્રવ્ય છે, પણ વર્ણગુણ નહીં.. અર્થાત્ કૃષ્ણ-રક્તાદિ પરિણામો દ્રવ્યજન્ય છે, વર્ણજન્ય નહીં.
(૪) શ્યામઘટ રક્ત બન્યો હોય ત્યારે પણ તે એવાર્થ પટ: એવી પ્રત્યભિજ્ઞા થાય છે, પણ સ મેવયં વઈ: એવી પ્રત્યભિજ્ઞા થતી નથી. આ જણાવે છે કે પ્રત્યભિજ્ઞાન વિષયભૂત એકત્વ ઘટમાં છે પણ વર્ણમાં નથી... અર્થાત્ શ્યામ અને રક્ત.. આ બંને પરિણામોનો આધાર જે એક છે તે ઘટ છે, પણ વર્ણ નથી. એનો અર્થ જ એ કે શ્યામાદિ અવસ્થાઓ ઘડાની છે, પણ વર્ણની નથી.
(૫) મય :... મયં કૃM:.. આવી એકાકાર પ્રતીતિ હોવા છતાં તિર્યક સામાન્ય ગુણમાં નથી હોતું, પણ દ્રવ્યમાં જ હોય છે એ આપણે પૂર્વે જોઈ ગયા છીએ. એમ મૃદ્દવ્ય... પિંડાદિધારા તથા વર્ણગુણ.... કૃષ્ણાદિધારા.... આ બંને વચ્ચે અમુક સમાનતા હોવા છતાં એ કૃષ્ણાદિધારાને દ્રવ્યની જ માનવાની, વર્ણની નહીં... ને તેથી ઊર્ધ્વતા સામાન્ય પણ દ્રવ્યમાં જ માનવાનું - વર્ણમાં નહીં. એ નિશ્ચિત થાય છે. એટલે જો ઊર્ધ્વતા સામાન્ય વર્ણાદિગુણમાં નથી. તો એમાં કૃષ્ણ-નીલાદિજનન શક્તિ પણ નથી જ એ સાબિત થઈ જ ગયું, કારણ કે એ શક્તિ હોત તો મૃદ્રવ્ય વગેરેની જેમ ઊર્ધ્વતા સામાન્યરૂપ જ હોત.
આમ, ગુણપર્યાયોની શક્તિ ગુણમાં માનવાની દિગંબરોની વાત જુઠી છે એ નિઃશંક નિશ્ચિત થાય છે. || ૨૨ ||
ગાથાર્થ - આ પ્રમાણે એક-અનેક રૂપથી દ્રવ્યનો ગુણ-પર્યાય સાથે પરસ્પર ભેદ વિચારવો. એમ આધાર-આયભાવ વગેરે રૂપે પણ એ ભેદને મનમાં વિચારવો. ૨-૧૪
વિવેચન - આમ, દ્રવ્ય-ગુણ અને પર્યાયની વ્યાખ્યા કહી.. પ્રાસંગિક દિગંબર સાથેની ચર્ચા વિચારી... હવે, દ્રવ્યનો ગુણ-પર્યાયથી જે (કથંચિ) ભેદ છે તે સમજાવે છે –
આમ, મૃદ્રવ્ય એક છે એમાં વર્ણ-ગંધ વગેરે અનેક ગુણો છે.... એમ પિંડ-સ્થાસ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org