________________
૭૬
ઢાળ-૨ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જે પટંતર-ભેદ કલ્પનારૂપ, તેહથી જ કેવલ સંભવઇ, પણિ પરમાર્થ નહીં. અનઈ એ ૩ નામ કહઈ છઈ તે પણિ-ભેદોપચારઈ જ, ઈમ જાણવું. . ૨-૧૩ . વિના પણ સિદ્ધ થઈ જશે...... ને તેથી કાર્યભેદે કારણભેદ ન્યાયે દ્રવ્યાત્મકકારણ કરતાં અલગ પ્રકારના કારણ તરીકે ગુણ પણ સિદ્ધ થઈ જશે.
તો આવી શંકાનું ગ્રન્થકાર આ રીતે સમાધાન કરી શકે છે -
સમાધાન - કાર્યભેદ સિદ્ધ થયો એ વાત બરાબર. અને તેથી કારણભેદ સિદ્ધ થશે એ પણ બરાબર... છતાં એ દ્રવ્યભિન્ન ગુણાત્મક જ હશે એ શી રીતે સિદ્ધ થશે ? આશય એ છે કે વ્યવહારનયને અનુસરીને પૂર્વે અમે કહી જ ગયા છીએ કે દ્રવ્યના પર્યાયાત્મક કાર્યો અનેક છે... અને જેટલાં કાર્ય છે એટલી કારણભૂત શક્તિઓ દ્રવ્યમાં રહેલી છે. આ શક્તિઓ કાર્યભેદે અલગ અલગ હોવા છતાં એ દરેક કાર્યના કારણ તરીકે દ્રવ્ય જ આવીને ઊભું રહે છે... દ્રવ્યભિન્ન ગુણ નહીં... જેમકે પરમાણુમાં કચણુકજનિકા શક્તિ પણ છે અને ત્રણકજનિકા શક્તિ પણ છે...આ બંને શક્તિઓ અલગ-અલગ છે. (કારણ કે કાર્યભેદ છે.) પણ એટલા માત્રથી, કચણુકજનિકા શક્તિ જો દ્રવ્ય છે તો વ્યયુકજનિકા શક્તિ ગુણાત્મક હોય એવું કાંઈ કહી શકાતું નથી...
એમ, પિંડ-સ્થાસાદિજનિકા શક્તિ કરતાં કૃષ્ણ-નીલાદિનિકા શક્તિ અલગ છે એટલું ભલે સિદ્ધ થાય. પણ એટલા માત્રથી કૃષ્ણ-નીલાદિનિકા શક્તિ ગુણમાં રહી છે એમ કાંઈ સાબિત થઈ જતું નથી... એ સાબિત થવા માટે તો કૃષ્ણ-નીલાદિ પર્યાયોમાં ગુણજન્યતા સાબિત કરવી જ પડે..... ને તો પછી પૂર્વવત્ અન્યોન્યાશ્રયદોષ ઊભો જ રહે.
શંકા - મૃદ્ધવ્ય ઐકાલિક છે. પિંડ-સ્થાસાદિ અવસ્થાઓની ધારા ચાલે છે... આ અવસ્થાથી ભિન્ન મૃદ્ધવ્ય ક્યારેય જોવા મળતું નથી... એમ આમાંની કોઈપણ અવસ્થા ન હોય. સર્વઅવસ્થાશૂન્ય હોય એવું મૃદ્રવ્ય પણ ક્યારેય હોતું નથી. આવું બધું વર્ણ માટે પણ સમાન છે. વર્ણ શૈકાલિક છે.. કૃષ્ણ-નીલાદિ અવસ્થાઓની ધારા ચાલે છે... આ અવસ્થાથી ભિન્ન વર્ણ ક્યારેય જોવા મળતો નથી. એમ, કૃષ્ણાદિમાંની કોઈપણ અવસ્થા ન હોય.. કૃષ્ણ-નીલાદિ સર્વ અવસ્થાઓથી શૂન્ય હોય એવો વર્ણ પણ ક્યારેય હોતો નથી.. (અર્થાત્ કૃષ્ણ-નીલ-પીત વગેરેમાંનો કોઈ વર્ણ ન હોય... ને છતાં વર્ણ હોય આવું ક્યારેય બનતું નથી...) મૃદ્રવ્ય એક છે, પિંડાદિ અવસ્થાઓ અનેક છે. વર્ણગુણ એક છે... કૃષ્ણ-નીલાદિ અવસ્થાઓ અનેક છે. આમ એકબાજુ મૂદ્રવ્ય ને પિંડાદિધારા છે... તો બીજી બાજુ વર્ણગુણ અને કૃષ્ણાદિધારા છે. બન્ને વચ્ચે બધી રીતે સમાનતા છે. તેથી, પિંડાદિ અવસ્થાઓ જો મૃદ્દવ્યજન્ય છે. તો કૃષ્ણાદિ અવસ્થાઓ વર્ણગુણજન્ય હોવી માની જ શકાય છે ને !
સમાધાન - તમે બધી સમાનતા જુઓ છો...પણ એમ ઘણાં ઘણાં વૈષમ્ય પણ છે તે જોતાં નથી.. માટે કૃષ્ણ-નીલાદિ વર્ણો વર્ણજન્ય છે એવો આગ્રહ છોડી શકતા નથી... એ વૈષમ્ય આવાં જાણવા.
(૧) પિંડ-સ્થાસ વગેરે આધેય છે ને એના આધાર તરીકે મૃદ્રવ્ય કહેવાય છે... એમ કૃષ્ણ-નીલ વગેરે આધેય છે. પણ એના આધાર તરીકે વર્ણ નથી કહેવાતો, ઘટાદિદ્રવ્ય જ કહેવાય છે. કારણ કે વર્ણ ખુદ ગુણ હોવાથી, દ્રવ્યાશ્રયા: નિ: શુ: સૂત્રાનુસારે સ્વયં નિર્ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org