________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૩
૭૫
૨, રૂપ કારણ ભિન્ન કલ્પિઇ” તે જૂઠું. જે માર્ટિ-કાર્યમાંહિ કારય શબ્દનો પ્રયોગ છઇ. તેણઇ કારણભેદઇ કાર્યભેદ સિદ્ધ થાઇ. અનઇ કાર્યભેદ સિદ્ધ થયો હોઇ, તો કારણભેદ સિદ્ધ થાઇ. એ અન્યોન્યાશ્રય નામઇ દૂષણ ઉપજઇ. તે માટઇ ગુણ-પર્યાય જે કહિઇ, તે ગુણ-પરિણામનો નીલાદિરૂપ કે મતિજ્ઞાનાદિરૂપ ગુણપર્યાય...કાર્યભેદે કારણભેદ હોય એ તમે પણ માનો જ છો. એટલે બન્નેના કારણરૂપ શક્તિ પણ અલગ-અલગ હોવી જ જોઇએ. તેથી પિંડ-સ્થાસાદિ કે નરનારકાદિક પર્યાયના કારણ તરીકે દ્રવ્યશક્તિ સિદ્ધ થશે... (અને તેથી તમે જે કહ્યું હતું કે દ્રવ્યે કશું જ કરવાનું ન રહેવાથી દ્રવ્યને માનવાની જરૂર જ નહીં રહે... વગેરે, તે પ્રશ્ન હવે રહેશે નહીં.) અને કૃષ્ણ-નીલાદિ કે મતિજ્ઞાનાદિ પર્યાયના કારણ તરીકે ગુણશક્તિ સિદ્ધ થશે.
સમાધાન - આ વાત જૂઠી છે = બરાબર નથી. કારણ કે આમાં અન્યોન્યાશ્રય દોષ આવે છે. તે આ રીતે કાર્યનો તમે જે ઉલ્લેખ કરો છો એમાં ‘કારણ' શબ્દનો પ્રવેશ છે... આશય એ છે કે કાર્ય શું છે ? આના જવાબમાં તમે દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય... આમ જે કહો છો એનો તમને દ્રવ્યજન્યપર્યાય અને ગુણજન્યપર્યાય આવો અર્થ અભિપ્રેત છે... એટલે કે આમાં કારણભૂત દ્રવ્ય અને ગુણનો સમાવેશ છે. આમાં પર્યાયના કારણ તરીકે દ્રવ્ય તો સિદ્ધ જ છે અને ઉભયમાન્ય છે... પણ પર્યાયના કારણ તરીકે ગુણ હજુ સિદ્ધ થયેલ નથી... (ઊલટું અમને તો એ પર્યાયના કારણ તરીકે પણ દ્રવ્ય જ સિદ્ધ છે.) એટલે જ્યાં સુધી ‘ગુણ' પણ પર્યાયના કારણ છે એ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી ગુણજન્યપર્યાય જેવી ચીજ જ અસિદ્ધ હોવાથી પર્યાયાત્મક જે કાર્ય છે એનો ગુણપર્યાય અને દ્રવ્યપર્યાય એવો ભેદ જ સિદ્ધ નહીં થાય અને જ્યાં સુધી આ રીતે કાર્યભેદ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી કારણભેદ સિદ્ધ ન થવાથી દ્રવ્યાત્મક કારણ કરતાં અલગ ગુણાત્મક કારણ પણ સિદ્ધ નહીં થાય. કારણ કે તમે કાર્યભેદે કારણભેદ સિદ્ધ કરવા મથી રહ્યા છો. આમ કાર્યભેદ સિદ્ધ થાય તો કારણભેદ સિદ્ધ થાય... અને કારણભેદ સિદ્ધ થાય તો કાર્યભેદ સિદ્ધ થાય. એટલે અન્યોન્યાશ્રયદોષ આવતો હોવાથી ગુણ, પર્યાયના કારણ તરીકે સિદ્ધ થઈ શકતા નથી. એટલે ‘વર્ણાદિ ગુણનો કૃષ્ણાદિ પરિણામ જે થાય છે તે ગુણપર્યાય છે' આ વાત માત્ર કલ્પનારૂપ છે, પરમાર્થથી નથી... અર્થાત્ વર્ણાદિ ગુણ એ પરિણામી છે ને કૃષ્ણાદિ ગુણ એના પરિણામરૂપ છે વગેરે વાત પારમાર્થિક નથી... પણ કાલ્પનિક છે એમ જાણવું. અને તેથી કૃષ્ણાદિ ગુણ પણ પર્યાયાત્મક જ હોવાથી દ્રવ્ય-ગુણ-પર્યાય આમ ૩ નામ જે કહેવાય છે તે ગુણ-પર્યાયનો ભેદોપચાર કરીને જ કહેવાય છે એમ જાણવું.
1
આમ, ગ્રન્થકારે અન્યોન્યાશ્રય દોષ આપીને ગુણજન્યપર્યાયની વાતનું નિરાકરણ કર્યું એ એકદમ સ્પષ્ટ છે... (પણ માનો કે દિગંબર આના પર એવી શંકા કરે કે - દ્રવ્યજન્ય પર્યાય એ દ્રવ્યપર્યાય... ગુણજન્ય પર્યાય એ ગુણપર્યાય... આવી દ્રવ્યપર્યાય-ગુણપર્યાયની વ્યાખ્યા કરવામાં આવે તો તો તમે આપેલો અન્યોન્યાશ્રય દોષ બરાબર છે... પણ અમે ધારો કે આવી વ્યાખ્યા કરીએ છીએ કે - પિંડ-સ્થાસાદિ કે નર-નારકાદિ દ્રવ્યાત્મક પર્યાય એ દ્રવ્યપર્યાય અને કૃષ્ણ · નીલાદિ કે મતિજ્ઞાનાદિ ગુણાત્મક પર્યાય એ ગુણપર્યાય... એટલે કાર્યભેદ આ રીતે કારણના પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org