________________
ઢાળ-૨ : ગાથા-૧૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ “જો ઇમ-ગુણ, પર્યાયથી ભિન્ન નથી, તો દ્રવ્ય-ગુણ-પર્યાય એ ૩ નામ કિમ કહો છો?” ઇમ કોઇ કહઇ, તેહનઇ કહિ જે વિવક્ષા કહિઇ ભેદનયની કલ્પના, તેહથી. જિમ તૈતસ્ય ધારા ઇહાં તેલ નઈ ધારા ભિન્ન કહી દેખાડ્યાં, પણિ ભિન્ન નથી. તિમ સહભાવી ક્રમભાવી કહીનઇ ગુણ-પર્યાય ભિન્ન કહી દેખાડ્યાં, પણિ પરમાર્થઇ ભિન્ન નથી. ઇમ જેહનો ભેદ ઉપચરિત છઇ, તે શક્તિ કિમ કહિઇ ? જિમ ઉપચરિત ગાય દુઝેઇ નહીં, તિમ ઉપચરિત ગુણ શક્તિ ન ધરઈ. || ૨-૧૧ ॥
૭૨
જો ગુણ ત્રીજો હોઈ પદારથ, તો ત્રીજો નય લહિઇ રે ।
દ્રવ્યારથ પર્યાયારથ નય, દોઇ જ સૂત્રિં કહિઈ રે ॥ જિન૦ | ૨-૧૨ ॥
ટબો - હવઇ જે ગુણ, પર્યાયથી ભિન્ન માનઇ છઇ, તેહનઇ દૂષણ દિઇ છઇ – જો ગુણ, ત્રીજો પદાર્થ-દ્રવ્ય પર્યાયથી જુદો ભાવ હોઈ, તો ત્રીજો નય લહીઇ=પામિઇ, અનઇ સૂત્રઇ તો દ્રવ્યાર્થ પર્યાયાર્થ એ બિહુ જ નય કહિયા છઇ. ગુણ હોઇ, તો ગુણાર્થ નય પણિ કહિઓ જોઇઇ. વતં ત્ર સમ્મતૌ :
ત્રણ નામ કેમ કહો છો ?
સમાધાન : ભેદનયની કલ્પનારૂપ વિવક્ષાથી ગુણ અને પર્યાયનો અલગ ઉલ્લેખ કરી એ ત્રણ નામ કહેવાય છે. જેમ તેલની ધાર પડે છે.. આવા વાક્યમાં તેલ કરતાં ધારનો ભેદ દર્શાવાઈ રહ્યો છે.. પણ જે તેલ છે એ જ ધારરૂપે પડે છે. ધાર કાંઈ તેલ કરતાં અલગ નથી.. તેમ છતાં જથ્થાને તેલ કહેવું અને ધારને ધાર.. આવી વિવક્ષાથી ભેદ કહેવાય છે. એમ, સહભાવીને ગુણ કહેવા.. ક્રમભાવીને પર્યાય કહેવા.. આવી વિવક્ષાથી બંનેને ભિન્ન કહેવાય છે.. બાકી પરમાર્થથી એ બે કાંઈ ભિન્ન નથી.
આમ જેનો ભેદ વાસ્તવિક નથી.. ઉપચરિત છે... તેને શક્તિ શી રીતે કહેવાય ? આશય એ છે કે ધા૨ કાંઈ તેલથી જુદી નથી. માત્ર ઉપચારથી જુદી કહેવાય છે.. તો આવા ઉપચિરત ભેદવાળી ધારમાં તેલને ઉત્પન્ન કરવાની શક્તિ હોતી નથી જ . છેવટે ધાર પોતે પણ તેલ જ છે ને.. પોતે જ પોતાને ઉત્પન્ન શી રીતે કરી શકે ? એમ છેવટે ગુણ પોતે ‘પર્યાય' જ છે.. તો પોતે પોતાને ઉત્પન્ન શી રીતે કરી શકે ? માટે ગુણને શક્તિરૂપ કહી શકાય નહીં. જેમ ઉપચિરત ગાય ક્રૂઝતી નથી એમ ઉપચિરત ગુણ શક્તિને ધારી શકતા નથી. ॥ ૨૦ ॥
ગાથાર્થ : જો ગુણ એ સ્વતંત્ર ત્રીજો પદાર્થ હોત તો ત્રીજો નય પણ શાસ્ત્રોમાં કહેલો મળત. પણ સૂત્રમાં તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ નય કહેલા છે. ॥ ૨-૧૨ ॥ વિવેચન : હવઇ જે ગુણ.. જે દિગંબર ગુણને પર્યાયથી ભિન્ન માને છે એને ગ્રન્થકાર દૂષણ આપે છે - જો ગુણ એ દ્રવ્ય અને પર્યાય આ બન્નેથી અલગ સ્વતંત્ર એક ત્રીજો પદાર્થ હોત તો ત્રીજો નય પણ મળવો જોઈએ.. પણ સૂત્રમાં તો દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ એમ બે જ નય કહ્યા છે. દ્રવ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org