________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૨ : ગાથા-૧૧
परिगमणं पज्जाओ, अणेगकरणं गुणत्ति एगट्ठा । तह वि ण गुण त्ति भण्णई, पज्जवणयदेसणा जम्हा ॥ ३-१२ ।।
જિમ ક્રમભાવિપણું પર્યાયનું લક્ષણ છઇ, તિમ અનેક કરવું તે પણિ-પર્યાયનું લક્ષણ છઈ. દ્રવ્ય તો એક જ છઇ. જ્ઞાન-દર્શનાદિક ભેદ કહઈ છઈ તે પર્યાય જ છઇ, પણિ ગુણ ન કહિછે. જે માર્ટિ-દ્રવ્ય-પર્યાયની દેશના ભગવંતની છઇ. પણિ-દ્રવ્ય-ગુણની દેશના નથી એ ગાથાર્થ. નથી.... પણ એક જ છે) આવું સ્પષ્ટ અક્ષરો દ્વારા કહ્યું છે. ત્યાં ૩-૧૨ મી ગાથામાં કહ્યું છે કે –પરિગમન, પર્યાય, અનેકકરણ અને ગુણ... આ ચારે શબ્દો એકાર્થક છે.
(અથવા પરિગમન = ચારે બાજુથી-સર્વથા પિંડાદિ અવસ્થાને પામવું એ પર્યાય છે. ગુણન = અનેકકરણ એ ગુણ છે. આમ વ્યુત્પત્તિ અલગ-અલગ હોવા છતાં, આ ગુણ અને પર્યાય એ બન્ને શબ્દો એકાર્થક છે.) પર્યાયવાચી છે. જેમ મૃદ્ધવ્ય પિંડ-સ્થાસ વગેરે જે આકારને ધારણ કરે છે તે સર્વથા કરે છે... અમુકભાગ પિંડાકાર અમુક સ્થાસાકાર.. આમ નથી હોતું..એમ પરમાણુ કે યણુકાદિ સ્કંધ જે રક્તાદિ વર્ણને ધારણ કરે છે તે સર્વથા કરે છે...અંશતઃ નહીં...બન્નેના મિશ્રણવાળી અવસ્થા પણ જે મળતી હોય છે, તે મિશ્રણ” (ચિત્રરૂપ)... આ પણ એક સ્વતંત્ર અલગ જ પ્રકાર છે. ને એને દ્રવ્ય સર્વથા અપનાવ્યો હોય છે. આત્મા પણ મતિ-શ્રુતજ્ઞાનાદિરૂપે સર્વથા જ પરિણમે છે. એટલે પર્યાયનું પરિગમન=સર્વતો વ્યાપ્તિ એવું જે લક્ષણ છે તે ગુણમાં પણ હોય જ છે. માટે “ગુણ” પણ મૂળમાં તો પર્યાય છે જ.
શંકા - તો પછી ક્રમભાવીપર્યાયરૂપ પિંડસ્થાસાદિને પણ “ગુણ' જ કહો ને ?
સમાધાન - ના, પિંડાદિને “ગુણકહેવાતા નથી, કારણ કે ભગવાનૂની દેશના પણ ગુણનયદેશના એવું નામ ધારણ કરતી નથી, પણ પર્યાયન દેશના એવું જ નામ ધારણ કરે છે..... (અર્થાત્ “પર્યાય શબ્દ જ મુખ્ય છે.. “ગુણ” શબ્દ ગૌણ છે.) (તે પણ એટલા માટે કે પર્યાય શબ્દથી ગુણ પકડાઈ જાય છે. ગુણ શબ્દથી પર્યાયો પકડાતા નથી.)
સમ્મતિગ્રન્થના આ અધિકારથી સ્પષ્ટ થાય છે કે ગુણ કાંઈ પર્યાયથી અલગ નથી. પોતે જ પર્યાયસ્વરૂપ છે. માટે એના પણ પર્યાય હોવાની વાત ઊભી રહી શકતી નથી. આ જ ગાથાને ટબામાં કંઈક ખોલે છે. જિમ ક્રમભાવિપણું... જેમ ક્રમભાવિત્વ એ પર્યાયનું લક્ષણ છે એમ અનેકકરણ એ પણ પર્યાયનું જ લક્ષણ છે. દ્રવ્ય તો એક જ છે. એના એ જ જીવના જ્ઞાનાદિગુણો જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા.. વગેરે અનેક ભેદ કરે છે. એટલે જ્ઞાનાદિમાં અનેકકરણત્વ છે જ જે પર્યાયનું લક્ષણ હોવાથી જ્ઞાનાદિ પણ પર્યાયરૂપ જ છે. એટલે જો બેમાંથી એક જ શબ્દ વાપરવાનો હોય તો એને “પર્યાય” જ કહેવા. “ગુણ' ન કહેવા. કારણકે શાસ્ત્રકારોને “પર્યાય’ શબ્દ જ અધિક માન્ય છે. એટલે જ પ્રભુની પર્યાયોને પ્રધાન કરનાર દેશના પર્યાયદેશના કહેવાય છે, પણ ગુણદેશના કહેવાતી નથી.
જો ઈમ ગુણ. શંકા - જો આ રીતે ગુણ પર્યાયથી ભિન્ન નથી તો દ્રવ્ય-ગુણ-પર્યાય એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org