________________
૭૦
ઢાળ-૨ : ગાથા-૧૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ મતિ-શ્રુતાદિ વિશેષ. અથવા સિદ્ધાદિ કેવલજ્ઞાન વિશેષ. ઈમ દ્રવ્ય ૧, ગુણ ૨, એ જાતિ શાશ્વત, અનઇ-પર્યાયથી અશાશ્વત, ઈમ આવ્યું.
એહવું કહઈ છઈ, તે નિરાઈ-રૂડઈ માર્ગઈ નહીં. જે માર્ટિ એ કલ્પના શાસ્ત્રિ તથા યુક્તિ ન મિલ. / ૨-૧૦ || પર્યાયથી ગુણ ભિન્ન ન ભાખીઓ, સમ્મતિ ગ્રંથિં વિગતિ રે ! જેહનો ભેદ વિવફાવશથી, તે કિમ કહિઈ શક્તિ રે ! જિન) મે ૨-૧૧
ટબો - પર્યાયથી ગુણ ભિન્ન કહતાં - જુદો ભાખીઓ નથી. સમ્મતિ ગ્રંથિં, વ્યક્તિ પ્રગટ અક્ષરઈ. તથાતિપણ કોઈપણ પુદ્ગલ ક્યારેય પણ વર્ણાદિ ચારમાંથી એકથી પણ શૂન્ય બનતું નથી. કૃષ્ણાદિ કોઈક ને કોઈક વર્ણ.. મધુરાદિ કોઈક ને કોઈક રસ.. વગેરે હોય. હોય.. ને હોય જ. એટલે વર્ણશક્તિરૂપે ગુણ શાશ્વત છે ને કૃષ્ણાદિ પર્યાયરૂપે અશાશ્વત છે. રસશક્તિરૂપે ગુણ શાશ્વત છે.. ને મધુરાદિપર્યાયરૂપે અશાશ્વત છે.
આ જ રીતે ઉપયોગશક્તિરૂપે ગુણ શાશ્વત છે અને મતિજ્ઞાનાદિ પર્યાયરૂપે અશાશ્વત છે.. કેવલજ્ઞાન થયા પછી પણ ભવસ્થકેવલજ્ઞાન - સિદ્ધસ્થ કેવલજ્ઞાન વગેરે ભેદો જાણવા. સિદ્ધાવસ્થામાં પણ પ્રથમસમયસિદ્ધસ્થ કેવલજ્ઞાન. દ્વિતીયસમયસિદ્ધસ્થ-કેવલજ્ઞાન વગેરે ક્ષણિક અવસ્થાઓરૂપ અશાશ્વત પર્યાય સંભવે છે. આ બધા ગુણરૂપ શક્તિના પર્યાયો છે. અર્થાત્ ગુણના પર્યાયો છે.
એટલે, નર-નારકાદિરૂપે જીવ દ્રવ્યનો થતો અન્યથાભાવ એ જીવદ્રવ્યના પર્યાય છે. ચણક-ચણુકાદિરૂપે થતો પુદ્ગલદ્રવ્યનો અન્યથાભાવ એ પુદ્ગલદ્રવ્યના પર્યાય છે. એમ, કૃષ્ણનીલાદિરૂપે થતો વર્ણગુણનો અન્યથાભાવ એ વર્ણગુણના પર્યાય છે.. મતિજ્ઞાન વગેરે રૂપે થતો ઉપયોગગુણનો અન્યથાભાવ એ ઉપયોગગુણના પર્યાય છે. આમ શક્તિ બે પ્રકારની છે - દ્રવ્યશક્તિ અને ગુણશક્તિ.. અને પર્યાય પણ બે પ્રકારના છે - દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય.
આ દિગંબરનો મત કહ્યો. ગ્રન્થકાર આ અંગે કહે છે કે આવું કહેનાર દિગંબર રૂડ યોગ્ય માર્ગ નથી. કારણકે આ વાત શાસ્ત્રસંમત નથી.. ને યુક્તિસંગત નથી. ૧૯ |
ગાથાર્થ સમ્મતિગ્રંથમાં વિગતિ = વ્યક્તપણે = સ્પષ્ટ અક્ષરો દ્વારા પર્યાયથી ગુણ ભિન્ન ન હોવો ભાખીયો = કહ્યો છે. એવા પ્રકારની ચોક્કસ વિવક્ષાવશાત્ જ જેનો ભેદ છે તેને શક્તિરૂપે શી રીતે કહેવાય ? || ૨-૧૧ |
વિવેચન : ગુણના પણ પર્યાય માનનારો દિગંબર રૂડે માર્ગે નથી એ હવે ગ્રન્થકાર દર્શાવી રહ્યા છે.
સમ્મતિગ્રન્થમાં પર્યાયથી ગુણ ભિન્ન હોતા નથી.... ( પર્યાય અને ગુણ ભિન્ન ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org